
અમદાવાદઃ અમદાવાદ મુંબબઈ વચ્ચે દોડતી કર્ણાવતી એક્સપ્રેસ સહિતની ટ્રેનો રદ થઈ છે અથવા મોડી થઈ છે. આનું કારણ આપતા રેલવે મંડળે જણાવ્યું હતું કે વટવા-અમદાવાદ લાઇનની આસપાસ કામ કરતી સેગમેન્ટલ લોંચિંગ ગેન્ટ્રીઓમાંથી એક ગર્ડરનું લોંચિંગ પૂર્ણ કર્યા પછી પાછું ખેંચતી વખતે આકસ્મિક રીતે તેની જગ્યાએથી સરકી ગઈ હતી. જેના કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. વટવા-અમદાવાદ વચ્ચેની ડાઉન લાઇન પરની ટ્રેન સેવાઓને અસર થઈ છે.
જાણો કંઈ ટ્રેનોને અસર થઈ છેઃ
આ પણ વાંચો…Gujaratમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
ટ્રેન સંપૂર્ણપણે રદ
24.03.2024ની ટ્રેન નંબર 12933/12934 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ સંપૂર્ણપણે રદ રહેશે.
આ પણ વાંચો…Ahmedabad ના સરદાર સ્મારક ખાતે 8 એપ્રિલે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક, 9મીએ રિવરફ્રન્ટ ખાતે અધિવેશન
આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો
- 24.03.2024ની ટ્રેન નંબર 12009 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસને વડોદરા સ્ટેશન પર ટૂંકી ટર્મિનેટ કરવામાં આવશે અને આ ટ્રેન વડોદરા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 24.03.2024ની ટ્રેન નંબર 12010 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ વડોદરા સ્ટેશનથી ટૂંકી હશે અને આ ટ્રેન અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ટ્રેનો ડાયવર્ટ કરી
- 23.03.2024ની ટ્રેન નંબર 12478 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-જામનગર એક્સપ્રેસ રતલામ-ચિત્તોડગઢ-બેડાચ-ઉદયપુર સિટી-હિંમતનગર-અમદાવાદ-વિરમગામ થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
- 23.03.2024ની ટ્રેન નંબર 11090 પુણે-ભગત કી કોઠી એક્સપ્રેસ વડોદરા-રતલામ-ચંદેરિયા-અજમેર-મારવાડ થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
- 23.03.2024ની ટ્રેન નંબર 15046 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ અમદાવાદ-અસારવા-હિંમતનગર-ઉદયપુર-રતલામ થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
- 24.03.2024ની ટ્રેન નંબર 09417 અમદાવાદ-દાનાપુર સ્પેશિયલ અમદાવાદ-અસારવા-હિંમતનગર-ઉદયપુર-રતલામ થઈને દોડશે.