
નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી હાલ યુનાઈટેડ સ્ટેટ્સ(Rahul Gandhi in USA)ના પ્રવાસે છે, આ દરમિયાન તેમણે ‘અનામત સમાપ્ત’ (Resevation) કરવા અંગેની ટિપ્પણી કરી હતી, જે અંગે ભારે હોબાળો મચ્યો હતો. રાહુલ ગાંધીએ તેમના નિવેદન અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે તેમની ટિપ્પણીઓનું ‘ખોટું અર્થઘટન’ કરવામાં આવ્યું છે. રાહુલ ગાંધીએ એવું કહ્યું હતું કે કોંગ્રેસના સાશન હેઠળ ભારતમાં દરેકને માટે ન્યાયિક વાતાવરણ હશે ત્યારે અનામતની કોઈ જરૂર નહીં રહે.
તેમની અગાઉની ટિપ્પણી પર સ્પષ્ટતા આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ અનામતની વિરુદ્ધ નથી, અને જો તેઓ સત્તામાં આવશે તો તેમની પાર્ટી અનામતને 50 ટકાથી વધુ વધારશે.
રાહુલ ગાંધીએ યુએસમાં નેશનલ પ્રેસ ક્લબમાં જણાવ્યું હતું કે “કોઈએ મારા નિવેદનને ખોટી રીતે રજૂ કર્યું કે હું અનામતની વિરુદ્ધ છું. હું સ્પષ્ટતા કરવા ઈચ્છું છું કે હું અનામતની વિરુદ્ધ નથી. અમે 50 ટકાની મર્યાદાથી વધુ અનામત આપીશું.”
મંગળવારે રાહુલ ગાંધી વોશિંગ્ટન ડીસીમાં જ્યોર્જટાઉન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે અનામત સમાપ્ત કરવા અંગે ટીપ્પણી કરી હતી.
આ પણ વાંચો : Rahul Gandhi પર ભાજપનો એક વધુ વાર, ઈલ્હાન ઓમર સાથેની મુલાકાત ભાજપને ન ગમી
ગાંધીએ કહ્યું હતું કે ભારત આ ક્ષણે ન્યાયીક સ્થળ નથી અને કોંગ્રેસ પાર્ટીના શાસનમાં જ્યારે ભારત ન્યાયીક સ્થળ હશે ત્યારે અનામત સમાપ્ત કરવાનું વિચારશે. તેમણે કહ્યું, સમસ્યા એ છે કે ભારતના 90 ટકા – OBC, દલિત અને આદિવાસીઓ રમત નથી રમતા.
તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધન બંધારણનો બચાવ કરવા માંગે છે અને મોટાભાગના ભાગીદારો જાતિગત વસ્તી ગણતરી યોજવા પર સંમત છે, તેમણે ઉમેર્યું હતું કે માત્ર ‘બે ઉદ્યોગપતિઓ’ને દેશમાં દરેક વ્યવસાય ચલાવવો જોઈએ નહીં.
આ પણ વાંચો :48 કલાક બાદ ગ્રહોના રાજકુમાર થશે અસ્ત, આ રાશિના જાતકોની… જોઇ લો તમારી રાશિ તો નથી ને?
જો કે, ભારતીય જનતા પાર્ટી (BJP) ના નેતાઓએ રાહુલ ગાંધીએ ગાંધી આરોપ મુક્યા હતા કે તેઓ વિદેશી ધરતી પર “રાષ્ટ્રવિરોધી” નિવેદનો આપી રહ્યા છે. અનામત અંગેના તેમના વલણની ટીકા કરી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે રાહુલ ગાંધીની ટિપ્પણીથી કોંગ્રેસનો “અનામત વિરોધી ચહેરો” સામે આવ્યો છે.