48 કલાક બાદ ગ્રહોના રાજકુમાર થશે અસ્ત, આ રાશિના જાતકોની… જોઇ લો તમારી રાશિ તો નથી ને?
જ્યોતિષશાસ્ત્રમાં બુધને ગ્રહોના રાજકુમારનો દરજ્જો આપવામાં આવ્યો છે. બુધને બુદ્ધિ, ધન, સુખ, સમૃધ્ધિ અને વાણીનો કારક ગણાવવામાં આવ્યો છે. આવો આ બુધ ગ્રહ 48 કલાક બાદ એટલે કે 14મી સપ્ટેમ્બરના રોજ બપોરે 12.50 કલાકે સિંહ રાશિમાં અસ્ત થશે.
જેને કારણે અમુક રાશિના જાતકોના જીવનમાં ઉથલ પાથલ મચી જશે. મુંબઈના એક જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 23મી સપ્ટેમ્બરના જ્યારે બુધ કન્યા રાશિમાં ગોચર કરશે ત્યારે આ રાશિના જાતકોને રાહત અનુભવાશે. બુધ 14મી સપ્ટેમ્બરના અસ્ત થઈને 4 રાશિના જાતકોની મુશ્કેલી વધારવાનું કામ કરશે, ચાલો જોઈએ કઈ છે આ રાશિઓ કે જેમણે આગમી સમયે સ્વાદ રહેવું પડશે.
મેષ રાશિના વેપાર કરી રહેલા જાતકોને આ સમયે નુકસાન ઉઠાવવાનો વારો આવશે. કોઈ નવું કામ શરૂ કરવા માટે આ બિલકુલ અનુકૂળ સમય નથી. આવકમાં સ્રોત પર અસર જોવા મળશે.
આ રાશિના જાતકો માટે આ સમયગાળો બિલકુલ યોગ્ય નથી. કરિયાર્માં બધા અવરોધ આવશે. પરિવારના લોકો પર વધારે ધન ખર્ચ કરવું પડશે. આર્થિક સ્થિતિ એકદમ ડામાડોળ રહેશે.
આ રાશિના જાતકો માટે પણ આ સમય મુશ્કેલીથી ભરપૂર રહેશે. બિઝનેસમાં નુકસાન ઊઠાવવાનો વારો આવશે. તમે કોઈ ખોટી સંગતમાં ફસાઈ શકો છો. પૈસા કમાવવામાં મુશ્કેલી પડશે. ખર્ચામાં વૃદ્ધિ થશે.
મકર રાશિના જાતકો કારોબારમાં આવી પડેલા ભંગાણ અને દબાણને કારણે તમે નોકરી કરવા પર ભર મૂકશો. પરિસ્થિતિ એકદમ પ્રતિકૂળ રહેશે. વેપાર કરી રહેલા લોકોને નુકસાન થઈ શકે છે. કોઈ પણ યોજનામાં પૈસા રોકાતા પહેલાં ખૂબ જ સમજી વિચારીને નિર્ણય લેવો પડશે. નાકમા ખર્ચથી બચો.
Also Read –