સંસદના ચોમાસુ સત્ર વચ્ચે રાહુલ ગાંધીએ ગઠબંધનના પક્ષોની બોલાવી બેઠક, શું હશે એજન્ડા?

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભાની ચૂંટણી અને એસઆઈઆર (Special Intensive Revision) વગેરે મુદ્દે કોંગ્રેસના આગેવાની હેઠળના ઈન્ડિ ગઠબંધન (I.N.D.I. Alliance) સંસદના ચોમાસા સત્રમાં હંગામો કરીને સરકારી કાર્યવાહી ખોરવી રહી છે ત્યારે હવે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષ પણ એક્શનમાં આવી ગઈ છે.
ઈન્ડિ ગઠબંધન એક સશક્ત ઉમેદવારની શોધમાં
હવે વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ઈન્ડિ. ગઠબંધનના નેતાઓની તાકીદની એક બેઠક બોલાવી છે. સાતમી ઓગસ્ટના બેઠક બોલાવી છે, જ્યારે આઠમી ઓગસ્ટના ગઠબંધનના નેતાઓ સંસદથી લઈને ચૂંટણી પંચ સુધી માર્ચ કરશે. આ બેઠકના એજન્ડામાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનો મુદ્દો પણ સામેલ છે. ઈન્ડિ ગઠબંધન પણ એક સશક્ત ઉમેદવારની શોધમાં છે.
ચંદ્રબાબુ નાયડુ અને નીતીશ કુમાર પણ છે રેસમાં?
ઉપરાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષ પણ એક એવા ઉમેદવારની શોધમાં છે, જેથી ઈલેક્શન પણ ખાસ કરીને રસપ્રદ રહે. લોકસભા અને રાજ્યસભાનું એવું ગણિત છે કે જો કોઈ મજબૂત ઉમેદવારને ઉતારવામાં આવે તો ગયા વખતની તુલનામાં આ વખતે ચૂંટણી વધુ રસપ્રદ બની શકે છે.
સૌથી મોટો સવાલ એ છે કે વિપક્ષ બિહાર અથવા આંધ્ર પ્રદેશમાંથી કોઈ ઉમેદવારને ઉપરાષ્ટ્રપતિપદેથી ઉતારવામાં આવે તો ચંદ્રબાબુ નાયડુ અને નીતીશ કુમારનું શું થશે. જો બિહાર અને આંધ્રમાંથી કોઈ ઉમેદવારને જાહેર કરવામાં આવે તો એનડીએનું ગણિત વિપક્ષ બગાડી શકે તો નવાઈ નહીં.
આપણ વાંચો: મહારાષ્ટ્રમાં નાગરિક ચૂંટણી માટે ઈન્ડિ અથવા એમવીએ જેવા ગઠબંધનની જરૂર નથી: રાઉત
જગદીપ ધનખડની સામે માર્ગારેટ આલ્વા હતા
આ અગાઉ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં જગદીપ ધનખડની સામે માર્ગારેટ આલ્વાની હરીફાઈ હતી, જેમાં ધનખડને 528 મત મળ્યા હતા, જ્યારે માર્ગારેટ આલ્વાને 182 મત મળ્યા હતા.
એસઆઈઆરના મુદ્દે વિપક્ષ એકમતે છે, જ્યારે એક થઈને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે એક થઈને લડવા ઈચ્છશે. એસઆઈઆર મુદ્દે કોંગ્રેસની સાથે તૃણમુલ કોંગ્રેસ અને ડીએમકે સાથે છે, કારણ કે તેમને લાગે છે કે આગામી દિવસોમાં તેમના રાજ્યમાં પણ એસઆઈઆર લાગુ પાડશે.
આપણ વાંચો: મમતા બેનર્જીએ કહ્યું, કે ‘થોડી રાહ જુઓ – ઈન્ડિયા ગઠબંધન ગમે ત્યારે બનાવશે સરકાર’
લોકસભા અને રાજ્યસભાના સાંસદ કરે છે વોટિંગ
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભાના સાંસદ વોટ કરે છે, જેમાં 12 સાંસદ નોમિનેટેડ સાંસદ ભાગ લઈ શકે છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ જાહેર થઈ ચૂકી છે, જ્યારે નવમી સપ્ટેમ્બરના ચૂંટણી યોજવામાં આવશે, જેમાં 543 સાંસદ અને રાજ્યસભાના 233 અને 12 નોમિનેટેડ સાંસદ ભાગ લેશે.
સાતમી ઓગસ્ટના ગુરુવારની ઈન્ડિ ગઠબંધનની બેઠકમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેના ઉમેદવારના નામ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. જગદીપ ધનખડ પછી નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી થયા પછી પૂરા પાંચ વર્ષ માટે હોદ્દા પર રહેશે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પણ પોતાની પાર્ટીના ઉમેદવારને રેસમાં જાહેર કરી શકે છે, જેથી યોગ્ય રીતે સંચાલન થાય.