ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IND Vs ENG: Team India માટે આવ્યા Bad News, આ સ્ટાર ખેલાડી ત્રીજી ટેસ્ટમાંથી થયો બહાર…

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ટીમ ઈન્ડિયા માટે મોંકાણના સમાચાર સામે આવી રહ્યા છે. ટીમ ઇન્ડિયાના સ્ટાર પ્લેયર રવિચંદ્રન અશ્વિન ત્રીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. ફેમિલીમાં સર્જાયેલી મેડિકલ ઈમરજન્સીને કારણે અશ્વિને પોતાનું નામ પાછું ખેંચી લીધું હોવાની માહિતી સામે આવી રહી છે.

શુક્રવારે જ અશ્વિને પોતાના ટેસ્ટ કરિયરની 500 વિકેટ પૂરી કરીને એક સિદ્ધિ પોતાના નામે કર્યો છે અને આને સાથી જ અશ્વિન આવું કરનાર બીજો ભારતીય ખેલાડી બની ગયો છે. તેણે જેક ક્રોલીની વિકેટ લઈને આ સિદ્ધિ હાંસિલ કરી હતી.


અશ્વિનની ગેરહાજરીને લઈને BCCI દ્વારા એક ઓફિશિયલ સ્ટેટમેન્ટ બહાર પાડવામાં આવ્યું છે. આ નિવેદનમાં એવું જણાવવામાં આવ્યું છે કે અશ્વિન પારિવારિક મેડિકલ ઈમરજન્સીને કારણે ટેસ્ટમાંથી બહાર થઇ ગયો છે. આ મુશ્કેલ સમયમાં BCCI અને ટીમ ઈન્ડિયા આ ચેમ્પિયન પ્લેયર અશ્વિનની સાથે છે. BCCI અને ટીમ ઈન્ડિયા અશ્વિનને હાર્દિક સમર્થન આપે છે એવું BCCI દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું.

રાજકોટ ખાતે ઈંગ્લેન્ડ અને ઈન્ડિયાની ટીમ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં શુક્રવારે અશ્વિન સૌથી ઓછી મેચમાં 500 વિકેટ લેનાર બીજા નંબરનો બોલર બની ગયો છે. આ મામલામાં અશ્વિને અનિલ કુંબલે, ઓસ્ટ્રેલિયાના ખેલાડી શેન વોર્ન અને ગ્લેન મેકગ્રાને પાછળ મૂકી દીધા હતા. અશ્વિને 98મી ટેસ્ટ મેચમાં, જ્યારે અનિલ કુંબલેએ 105, વોર્ન 108 મેચ અને મેકગ્રાએ 110 ટેસ્ટ મેચમાં આ ઉપલબ્ધિ હાંસિલ કરી હતી.

આ મામલે મુરલીધરન પહેલાં નંબર પર આવે છે જેણે 87 ટેસ્ટ મેચમાં જ 500 વિકેટ પૂરી કરીને પોતાનું નામ ક્રિકેટના ઈતિહાસમાં સોનેરી અક્ષરે અંકિત કરી દીધું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button