કેન્સરને નાબૂદ કરવા ક્વાડ કેન્સર મૂનશોટ નવી પહેલ : જો બાઈડન

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ક્વાડ સમિટમાં કેન્સર મૂનશોટની(Quad Cancer Moonshot)જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે મને કહેતા ખૂબ ગર્વ થાય છે કે ક્વાડ કેન્સર મૂનશોટ સર્વાઇકલ કેન્સરથી શરૂ થઇને વિશ્વમાં કેન્સરને દૂર કરવામાં મદદ કરશે. જો બાઈડને એક્સ હેન્ડલ પર એક પોસ્ટ કરીને આ અંગે જાણકારી આપી છે.
તેમણે પોસ્ટમાં લખ્યું કે “ગર્ભાશયનું કેન્સર એ સૌથી વધુ રોકી શકાય તેવા કેન્સર પૈકીનું એક છે. તેમ છતાં દર વર્ષે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં 150,000 મહિલાઓ તેનાથી મૃત્યુ પામે છે.”
આ માનવ કેન્દ્રિત અભિગમનું ઉદાહરણ : પીએમ મોદી
પીએમ મોદીએ ક્વાડ સમિટમાં પણ ભાગ લીધો હતો. આ દરમિયાન પીએમ મોદીએ ” વન અર્થ વન હેલ્થ “નો સંદેશ પણ આપ્યો છે. ક્વાડ સમિટને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત રેડિયોથેરાપી સારવાર અને ક્ષમતા નિર્માણમાં પણ સહયોગ કરશે. મને ખુશી છે કે ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે ગેવી અને ક્વાડ પહેલ હેઠળ ભારતમાંથી રસીના 40 મિલિયન ડોઝનું યોગદાન આપવામાં આવશે. આ 4 કરોડ રસીના ડોઝ કરોડો લોકોના જીવનમાં આશાના કિરણો બનીને આવશે. જ્યારે ક્વાડ કાર્ય કરે છે તો તે માત્ર દેશો માટે નહિ પરંતુ લોકો માટે પણ હોય છે. આ માનવ કેન્દ્રિત અભિગમનું ઉદાહરણ છે.
Also Read –