આર્જેન્ટિનામાં વડાપ્રધાન મોદીનું સન્માન: રાજધાનીની ચાવી અપાઈ, રાષ્ટ્રપતિએ ગળે લગાવ્યા!

બ્યુનસ આયર્સ: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દેશોના વિદેશ પ્રવાસ પર છે, શનિવારે તેઓ દક્ષિણ અમેરિકાના દેશ આર્જેન્ટિના પહોંચ્યા (PM Modi in Argentina) હતાં. 57 વર્ષ બાદ ભારતીય વડાપ્રધાનની આ પહેલી દ્વિપક્ષીય આર્જેન્ટીના મુલાકાત હતી, લોકોએ વડાપ્રધાન મોદીનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર મેઇલી(Javier Milei )એ ગળે મળીને વડાપ્રધાન મોદીને લગાવીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું. રાજધાની બ્યુનોસ આયર્સ શહેરની ચાવી આપીને વડાપ્રધાન મોદીનું સન્માન કરવામાં આવ્યું. તેમની આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે વેપારને મજબૂત બનાવવા માટે દ્વિપક્ષીય વાટાઘાટો કરવામાં આવી.
આર્જેન્ટિનામાં વસતા ભારતીયોએ બ્યુનસ આયર્સ એરપોર્ટની બહાર ભારત માતા કી જય, જય શ્રી રામના નારા સાથે વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું. વડાપ્રધાન બ્યુનોસ આયર્સની એક હોટલમાં ભારતીય મૂળના લોકોને મળ્યા. ત્યાર બાદ આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર માઇલીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું.
ભારત-આર્જેન્ટિના રાજદ્વારી સંબંધોના 75 વર્ષ:
વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ જેવિયર માઇલી વચ્ચે બ્યુનોસ આયર્સમાં પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો થઈ. આ મુલાકાતને ફળદાયી ગણાવતા, વડાપ્રધાન મોદીએ X કેટલાક ફોટો શેર કર્યા. તેમણે લખ્યું કે આપણે ભારત-આર્જેન્ટિના રાજદ્વારી સંબંધોના 75 વર્ષ થયા અને આપણા સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચાડવાના 5 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ.
મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ:
વડાપ્રધાન મોદીએ આર્જેન્ટિનાના રાષ્ટ્રીય નાયક ગણાતા જનરલ જોસ ડી સાન માર્ટિનના સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી. આ ઉપરાંત, વડાપ્રધાન મોદીએ આર્જેન્ટિનાની રાજધાનીમાં આવેલી ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને પણ શ્રદ્ધાંજલિ આપી.
બ્યુનોસ આયર્સની ચાવી આપીને સન્માન:
વડાપ્રધાન મોદી ઇન્દિરા ગાંધી બાદ આર્જેન્ટિનાની દ્વિપક્ષીય મુલાકાત લેનારા દેશના પહેલા વડા પ્રધાન છે. અગાઉ 2018 ની શરૂઆતમાં, પીએમ મોદી G20 સમિટમાં ભાગ લેવા માટે આર્જેન્ટિના ગયા હતા.
આપણ વાંચો: દિલ્હી યુનિવર્સિટીમાં નહીં ભણવવામાં આવે ઇસ્લામ-પાકિસ્તાન-ચીન પરના કોર્સ; આ કોર્સ ઉમેરવામાં આવ્યો
બ્યુનોસ આયર્સના મેયર જ્યોર્જ મેક્રી વડાપ્રધાન મોદીને શહેરની ચાવી ભેટમાં આપી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં વડાપ્રધાન મોદીએ જ્યોર્જ મેક્રીનો આભાર માન્યો. બ્યુનોસ આયર્સ શહેરની ચાવી વિશેષ વ્યક્તિને આપવામાં આવે છે. આ ચાવી તે વ્યક્તિને વિશેષાધિકારોનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. આ ચાવીને મિત્રતા અને આદરનું પ્રતીક પણ માનવામાં આવે છે.