આ પૂર્વ સાંસદ બળાત્કાર કેસમાં દોષિત ઠર્યા; ચુકાદો સંભળાતા જ રડી પડ્યા | મુંબઈ સમાચાર

આ પૂર્વ સાંસદ બળાત્કાર કેસમાં દોષિત ઠર્યા; ચુકાદો સંભળાતા જ રડી પડ્યા

બેંગલુરુ: જનતા દળ (સેક્યુલર) ના સસ્પેન્ડેડ નેતા અને ભૂતપૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્ના બળાત્કાર અને જાતીય શોષણના કેસમાં દોષિત (Prajwal Revanna convicted in rape case) ઠર્યા છે.

આજે શુક્રવારે બેંગલુરુની એક સ્પેશીયલ કોર્ટે પ્રજ્વલ રેવન્નાને દોષિત ઠેરવ્યા છે. અહેવાલ મુજબ કોર્ટે દોષિત ઠેરવતા પ્રજ્વલ રેવન્ના કોર્ટમાં જ ભાંગી પડ્યા હતા. પ્રજ્વલ રેવન્ના ભૂતપૂર્વ વડા પ્રધાન અને જેડી (એસ)ના વડા એચડી દેવગૌડાના પૌત્ર છે, જેથી આ કેસ રાજકીય રીતે પણ ઘણો ચર્ચામાં રહ્યો હતો.

આપણ વાંચો: પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાને સુપ્રીમ કોર્ટનો ઝટકો, જામીન અરજી ફગાવી

કર્ણાટકના હસન જિલ્લાના હોલેનારસીપુરા ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બળાત્કારના એક કેસમાં પ્રજ્વલ રેવન્નાને દોષિત ઠેરવવામાં આવ્યા છે. બેંગલુરુની સ્પેશિયલ કોર્ટ ફોર પીપલ્સ રિપ્રેઝન્ટેટિવે 18 જુલાઈના રોજ આ કેસમાં સુનાવણી પૂરી કરી હતી અને ચુકાદો અનામત રાખ્યો હતો.

આજે કોર્ટે પ્રજ્વલ રેવન્નાને દોષિત ઠેરવ્યા, ચુકાદા પછી કોર્ટરૂમમાંથી બહાર નીકળતી વખતે રેવન્ના રડતા જોવા મળ્યા હતાં. સજાની જાહેરાત આવીકાલે 2 ઓગસ્ટના રોજ કરવામાં આવશે.

આપણ વાંચો: Karnataka Lok Sabha ચૂંટણી પરિણામો 2024 લાઈવઃ પ્રજ્વલ રેવન્ના હારી ગયા, કુમારસ્વામી જીત્યા

લોકસભા ચૂંટણી પહેલા અશ્લીલ વિડીયો બહાર આવ્યા:

ગત વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા એપ્રિલ મહિનામાં પ્રજ્વલ રેવન્નાના અશ્લીલ વીડિયો એક પેન ડ્રાઇવથી લીક થઇ ગયા હતાં, બાદમાં જાણવા મળ્યું કે પ્રજ્વલ રેવન્ના બળજબરીથી મહિલાઓનું જાતીય શોષણ કરતા હતાં. જેને કારણે હોબાળો મચી ગયો હતો, કર્ણાટકના રાજકારણમાં પણ આ મુદ્દો દિવસો સુધી ગુંજતો રહ્યો હતો. ગત વર્ષે 31મી મેના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

જેડી(એસ) એ રેવન્નાન પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હતાં અને 2024ની લોકસભા ચૂંટણીમાં રેવન્નાની હસન લોકસભા બેઠક પર હાર થઇ હતી.

આપણ વાંચો: પ્રજ્વલ રેવન્નાની ધરપકડ કરવા પહોંચી માત્ર મહિલા પોલીસ, કારણ જાણો

મહિલા પર બે વાર બળાત્કાર ગુજાર્યો:

હસન જિલ્લાના હોલેનરાસીપુરામાં ગન્નીકડા ફાર્મહાઉસમાં કામ કરતી 48 વર્ષીય મહિલાએ રેવન્ના સામે ફરિયાદ નોંધાવી હતી. માહિલાએ આરોપ લગાવ્યો હતો કે વર્ષ 2021 માં રેવન્નાએ તેના પર બે વાર બળાત્કાર ગુજાર્યો હતો, જેનો વિડીયો પર મોબાઇલ ફોન પર રેકોર્ડ કરવામાં આવ્યો હતો. હવે આ કેસમાં રેવન્ના દોષિત ઠર્યા છે.

પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ અન્ય ચાર કેસ પણ નોંધવામાં આવ્યા છે. આ કેસોની તપાસ માટે એક સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button