નવી દિલ્હીઃ બીજી વાર વડા પ્રધાન બનેલા નરેન્દ્ર મોદી (Narendra Modi) સરકારનું બીજી ટર્મનું છેલ્લું બજેટ સત્ર નો આજે છેલ્લો દિવસ છે. હવે ફરી ચૂંટણીના બ્યૂગલ વાગશે ને લગભગ મે મહિનાના પહેલા અઠવાડિયે દેશને નવી સરકાર મળશે. મોદીની હેટ્રિકની પૂરી શક્યતા છે, પરંતુ રાજકારણમાં કંઈપણ શક્ય છે. ત્યારે આજે સંસદમાં રામ મંદિર (Ram Mandir)પર ધન્યવાદ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. તમામ નેતાઓ બાદ પીએમ મોદીએ ભાષણ આપ્યું તમણે કહ્યું કે દેશમાં રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ બહુ ઓછા થાય છે. આપણે ભાગ્યે જ જોયું છે કે સુધારાની સાથે સાથે કામગીરી પણ છે અને આપણે આપણી આગળ પરિવર્તન જોવા માટે સક્ષમ છીએ. 17મી લોકસભાથી દેશ આજે આનો અનુભવ કરી રહ્યો છે. મને વિશ્વાસ છે કે દેશ ચોક્કસપણે 17મી લોકસભાને આશીર્વાદ આપતો રહેશે.
તમણે કોરાનાકાળને યાદ કરતા કહ્યું કે સંકટના તે સમયમાં ભથ્થું છોડવા બદલ હું તમામ સાંસદોની પ્રશંસા કરું છું. કોરોના સમયગાળા દરમિયાન દેશની જનતાને સંદેશ આપતા સાંસદોએ તેમના પગારમાં 30% ઘટાડો કરવાનો નિર્ણય લીધો. મીડિયા સામાન્ય રીતે તેમના પોતાના ફાયદા માટે સાંસદોની ટીકા કરે છે, પણ તમે સંસદભવનની કેન્ટિનમાં બહાર જેટલા જ નાણા ચૂકવવાનો નિર્ણય કરી આપણા સૌથી મજાક થતી રોકી છે.
સંસદનું નવું બિલ્ડીંગ હોવું જોઈએ, બધાએ સામૂહિક રીતે તેના પર ચર્ચા કરી, પરંતુ કોઈ નિર્ણય ન લેવાયો. તમારા નેતૃત્વએ જ નિર્ણય લીધો અને તેનું પરિણામ એ આવ્યું કે આજે દેશને આ નવું સંસદ ભવન મળ્યું છે. સંસદની નવી ઇમારતમાં, વારસાનો એક ભાગ અને આઝાદીની પ્રથમ ક્ષણને જીવંત રાખવા માટે, સેંગોલ હંમેશા અહીં અમારા માર્ગદર્શક તરીકે સ્થાપિત કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે આ સમયગાળા દરમિયાન ભારતને G20નું પ્રમુખપદ મળ્યું. ભારતને ઘણું સન્માન મળ્યું.
ડીજીટલાઇઝેશન પર બોલતા પીએમ મોદીએ કહ્યું કે દરેક લોકો હવે આધુનિક ટેક્નોલોજીથી ટેવાઈ ગયા છે. 17મી લોકસભા દ્વારા નવા બેન્ચમાર્ક બનાવવામાં આવ્યા છે. ગૃહે આઝાદીના 75 વર્ષની ઉજવણી પર ખૂબ જ મહત્વપૂર્ણ કાર્યમાં આગેવાની લીધી. દેશે આઝાદીના 75 વર્ષની ઉજવણી ઉત્સવની જેમ પૂર્ણપણે કરી છે. આપણા માનનીય સાંસદોએ અને આ ગૃહે આમાં મોટી ભૂમિકા ભજવી છે.
આ કાર્યકાળ દરમિયાન ઘણા સુધારા અને ફેરફાર થયા છે. ઘણી પેઢીઓએ એકસમાન બંધારણનું સ્વપ્ન જોયું હતું. પરંતુ દરેક ક્ષણે તે બંધારણમાં તિરાડ દેખાતી હતી. એક ખાડો દેખાતો હતો. એ અવરોધ પીડાદાયક હતો. પરંતુ અનુચ્છેદ 370 હટાવીને આ ગૃહે બંધારણના સંપૂર્ણ સ્વરૂપને પૂર્ણ પ્રકાશ આપ્યો અને તેને આગળ વધાર્યો. બંધારણની રચના કરનાર તમામ મહાપુરુષોની આત્માઓ આપણને આશીર્વાદ આપતી હશે, તેમ પણ મોદીએ કહ્યું હતું.
આતંકવાદ એક નાસૂર બનીને દેશની છાતી પર ગોળીઓ વરસાવતો રહ્યો. અમે આતંકવાદ વિરુદ્ધ કડક કાયદો બનાવ્યો, તેમ પણ મોદીએ કહ્યું હતું.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને