નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સ (જેકેએનસી)ની ‘જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં તેમના પ્રશંસનીય પ્રદર્શન માટે’ પ્રશંસા કરી હતી કારણ કે એનસી-કોંગ્રેસ જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં આગામી સરકાર ગઠિત કરવા માટે પૂરતી બેઠકો જીતી શક્યા છે.
આ પણ વાંચો : કાશ્મીરમાં હજારથી પણ ઓછા મતોથી ઉમેદવારની થઈ હાર-જીત, જાણો કોણ છે?
જમ્મુ અને કાશ્મીરમાં પાર્ટીના પ્રદર્શન માટે ભાજપના કેડરની પ્રશંસા કરતા વડા પ્રધાન મોદીએ પોસ્ટ કર્યું હતું કે, મને જમ્મુ અને કાશ્મીરમાં ભાજપના પ્રદર્શન પર ગર્વ છે. હું તે તમામ લોકોનો આભાર માનું છું જેમણે અમારી પાર્ટીને મત આપ્યો છે અને અમારા પર વિશ્ર્વાસ મૂક્યો છે. હું લોકોને ખાતરી આપું છું. કે અમે જમ્મુ અને કાશ્મીરના કલ્યાણ માટે કામ કરતા રહીશું, હું અમારા કાર્યકર્તાઓના મહેનતુ પ્રયાસોની પણ પ્રશંસા કરું છું.
કલમ 370 નાબૂદ કર્યા પછી આ પ્રથમ ચૂંટણી
‘જમ્મુ અને કાશ્મીરમાં આ ચૂંટણીઓ ખૂબ જ ખાસ રહી છે. કલમ 370 અને 35(એ) હટાવ્યા પછી પ્રથમ વખત યોજાઈ હતી અને તેમાં સારું મતદાન જોવા મળ્યું હતું, આ બાબત લોકશાહીમાં લોકોની આસ્થા દર્શાવે છે. આ માટે જમ્મુ અને કાશ્મીરની દરેક વ્યક્તિની હું પ્રશંસા કરું છું,’ એમ વડા પ્રધાન મોદીએ તેમની પોસ્ટમાં વધુમાં જણાવ્યું હતું.