અસ્તીત્વ કા, આત્મતત્વ કા…
એસા સંઘર્ષ હૈ, જીસમેં જીના ભી હૈ,
ઔર જીતના ભી હૈ….
ઉત્તમ અસ્ત્ર, શસ્ત્ર હૈ,
આચાર ઔર વિચાર….
નવી દિલ્હી: ઉપરના શબ્દો કોઇ જાણીતા કવીના નહીં પણ ભારત દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના છે. પોતાના લખાણની અને વિચારીઓની આગવી શૈલી દ્વારા ઉપર જણાવેલા શબ્દોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયાને તેમના કર્તવ્યની જાણ કરાવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે એક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. એક કલાકની મુલાકાત બાદ નરેન્દ્ર મોદીએ મીડિયા હાઉસના વિઝીટર્સ બૂકમાં આ કવિતા લખી હતી.
હાલમાં જ નવરાત્રીમાં આપડે બધાએ વાડ પ્રધાન નરેન્દ્ર મોદીએ લખેલા ગરબાનો આનંદ માણ્યો છે. સાહિત્ય અને કવિતામાં રસ ધરાવનારા નરેન્દ્ર મોદી આવી અનેક કવિતાઓ કરતાં હોય છે. ત્યારે શનિવારે તો તેમણે કવિતાના માઘ્યમથી પત્રકારોને તેમના કર્તવ્યની જાણ કરાવી હતી.
આ કવિતા લખ્યા બાદ નરેન્દ્ર મોદી આ મીડિયા હાઉસના સીઇઓ તથા એડીટર-ઇન-ચિફને ઉદ્દેશીને મજાકમાં બોલ્યા કે, કવિતાની આ લાઇન તમારા વિરુદ્ધમાં છે…, તેનો અર્થ શું? એમ એડિટરે પૂછ્યું હતું. ત્યારે મોદીએ વિઝીટર બૂક ઉપાડીને કવિતા વાંચી સંભળાવી હતી. અને કહ્યું કે પત્રકારોએ નીતિમત્તા અને વિનમ્રતા સાચવી રાખવી જોઇએ. એવી તેમની અપેક્ષા છે એમ કહ્યું હતું.
2014થી વડા પ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ પહેલીવાર કોઇ મીડિયા હાઉસની ઓફિસની મુલાકાત લીધી હતી. આ મીડિયા હાઉસ દ્વારા હાલમાં જ શરુ કરવામાં આવેલ વિડીયો સેવાની પણ નરેન્દ્ર મોદીએ પ્રશંસા કરી હતી.
ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે
ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે