પીએમ મોદી બે દિવસના જાપાન પ્રવાસે, બુલેટ ટ્રેનથી લઈને એઆઈ સહિતના મુદ્દાઓ પર ફોક્સ | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

પીએમ મોદી બે દિવસના જાપાન પ્રવાસે, બુલેટ ટ્રેનથી લઈને એઆઈ સહિતના મુદ્દાઓ પર ફોક્સ

નવી દિલ્હી : દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી 28 અને 29 ઓગસ્ટ બે દિવસના જાપાન પ્રવાસે જશે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી જાપાનના વડા પ્રધાન શિગેરુ ઈશિબા સાથે મુલાકાત કરશે અને 15માં ભારત-જાપાન શિખર સંમેલનમાં સામેલ થશે. આ પીએમ મોદીની આઠમી જાપાન યાત્રા છે તેમજ શિગેરુ ઈશિબા સાથે પ્રથમ શિખર મુલાકાત થશે. આ પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે અનેક મુદ્દાઓ પર ચર્ચા અને સમીક્ષા કરવામાં આવશે. જેમાં સંરક્ષણ, વ્યાપાર, અર્થવ્યવસ્થા અને ઔધોગિક ક્ષેત્રે સહયોગ સહિતના મુદ્દે આદાન પ્રદાન કરવામાં આવશે. તેમજ વૈશ્વિક મહત્વના મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવશે.

એશિયા- પ્રશાંત ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવને સમતોલ કરશે

પીએમ મોદી આ પ્રવાસ દરમિયાન સુરક્ષા અને રણનીતિક જોડાણની પણ ચર્ચા કરશે. જેમાં ભારત અને જાપાન 2008 સુરક્ષા સહયોગ પર સંયુક્ત જાહેરાત કરશે. તેની સાથે આ બંને દેશ નવી ઇકોનોમિક સિકયોરિટી પહેલ શરૂ કરવા જઈ રહ્યાં છે. જેમાં સેમીકંડર, ક્રિટિકલ મિનરલ્સ,આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ટેલીકોમ્યુનિકેશન અને ક્લીન એનર્જી સેક્ટર સામેલ છે. તેમજ બંને દેશો વચ્ચેની ભાગીદારી એશિયા- પ્રશાંત ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવને સમતોલ કરવાની રીતે મહત્વની માનવામાં આવે છે.

જાપાન ભારતમાં 68 બિલિયન યુએસ ડોલરની રોકાણની જાહેરાત કરશે

આ ઉપરાંત સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, વડા પ્રધાન મોદીની 2 દિવસના પ્રવાસ દરમિયાન જાપાન ભારતમાં 10 ટ્રિલિયન યેન (68 બિલિયન યુએસ ડોલર) ના રોકાણની જાહેરાત કરી શકે છે. આ વડા પ્રધાન મોદી અને ઇશિબા તેમના સંયુક્ત નિવેદનમાં આ જાહેરાત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, માર્ચ 2022 માં જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ફુમિયો કિશિદાએ પણ ભારતમાં 5 ટ્રિલિયન યેનનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી.

સેન્ડાઈ સેમીકંડકટર ઉદ્યોગ માટે જાણીતું

પીએમ મોદી અને જાપાનના પીએમ ઈશિબા સેન્ડાઈ શહેર સુધી બુલેટ ટ્રેનમાં પ્રવાસ કરશે. સેન્ડાઈ સેમીકંડકટર ઉદ્યોગ માટે જાણીતું છે. તેમજ ભારત સાથે ટેકનીકલ કોલોબ્રેશન માટે તે મહત્વનું માનવામાં આવે છે. તેમજ આ ઉપરાંત મુલાકાતમાં મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેકટ પર જાપાનની ભાગીદારી અંગે પણ ચર્ચા કરશે.

આપણ વાંચો:  ભારત 2038માં બનશે બીજી મોટી અર્થવ્યવસ્થા! કોના રિપોર્ટે કર્યો દાવો?

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button