મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર વચ્ચે PM મોદી કૃષ્ણ ભક્તિમાં થયા લીન, જુઓ વીડિયો
Maharashtra Election 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પ્રચાર અર્થે પીએમ મોદી ગુરુવારે મહારાષ્ટ્ર પ્રવાસે હતા. આ દરમિયાન પીએમ મોદીએ રાયગઢ જિલ્લાના પનવેલ સ્થિત ઈસ્કોન મંદિરમાં દર્શન કર્યા હતા. જ્યાં ઈસ્કોન મંદિર મેનેજમેન્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં તેમણે ઈસ્કોનના અનુયાયીઓ સાથે મળીને કાંસીજોડાં વગાડ્યા હતા. જેના કારણે ત્યાં હાજર લોકો પણ ભક્તિમાં લીન થઈ ગયા હતા.
આ પહેલા પીએમ મોદીએ પનવેલમાં ચૂંટણી સભાને સંબોધી હતી અને રાયગઢ સાથે ઉંડો સંબંધ હોવાનું જણાવ્યું હતું. પીએમ મોદીએ કહ્યું 2013માં વડાપ્રધાન પદના ઉમેદવાર બન્યા બાદ તેઓ રાયગઢ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની સમાધિ પર ગયા હતા. જેમ ભક્ત ભગવાન સામે બેસે છે તેવી જ શ્રદ્ધાથી તેમણે છત્રપતિ શિવાજી મહારાજની સમાધિ સામે બેસીને રાષ્ટ્ર સેવા માટે તેમના આશીર્વાદ માંગ્યા હતા.
આ પણ વાંચો :મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપની મોટી કાર્યવાહી, 40 બળવાખોરોને હાંકી કાઢ્યા
મહારાષ્ટ્રમાં ક્યારે છે ચૂંટણી
મહારાષ્ટ્રની તમામ 288 સીટો પર એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. આ માટે 20મી નવેમ્બરે તમામ બેઠકો પર મતદાન થશે, જ્યારે 23મી નવેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે.
મહારાષ્ટ્ર વિધાનસભામાં હાલ શું છે સ્થિતિ
મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ 288 સીટ છે, જેમાં બહુમત માટે 145નો આંકડો છે. વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 26મી નવેમ્બરે પૂરો થશે, જ્યારે વર્તમાન વિધાનસભામાં ભાજપના 103 વિધાનસભ્ય છે, જેમાં એકનાથ શિંદેની શિવસેનાના 37 તથા એનસીપી (અજિત પવાર)ના 39 વિધાનસભ્ય છે.