ટેરિફના ટેન્શન વચ્ચે પીએમ મોદીએ પુતિન સાથે કરી વાત, જાણો એજન્ડા

નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફના ટેન્શન વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોન પર વાતચીત કરી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર પચાસ ટકા ટેરિફ લગાવ્યા પછી રશિયા, ચીન અને બ્રાઝિલની સાથે ભારત વધુ નજીક આવ્યું છે, જેમાં વડા પ્રધાન મોદીએ આજે રશિયાના રાષ્ટ્રપતિ સાથે સાથે અગાઉ બ્રાઝિલ સાથે પણ વાતચીત કરી હતી.
આપણ વાંચો: કવર સ્ટોરી: ખેંચતાણ ખેડૂતો માટે? લો, ભારત અને અમેરિકા વચ્ચે સોદાબાજી તો વોટબેન્ક માટે!
રશિયાના રાષ્ટ્રપતિએ યુક્રેન સાથેના સંબંધો મુદ્દે વડા પ્રધાન સાથે વાત કરી હતી. વડા પ્રધાન મોદીએ સંઘર્ષને શાંતિપૂર્ણ સમાધાન કરવા માટે ભારતના મક્કમ વલણનો પુનરોચ્ચાર કર્યો હતો.
બંને નેતાઓએ ભારત-રશિયા વચ્ચે વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રપતિને આ વર્ષે 23મા ભારત-રશિયા વચ્ચેના શિખર સંમેલન માટે ભારત આવવા માટે આમંત્રણ પણ આપ્યું છે.
આપણ વાંચો: ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલની તૈયારી, વોશિંગ્ટનમાં શરૂ થશે ત્રણ દિવસીય વાટાઘાટો
પુતિનની ભારતની મુલાકાત અંગે ઉત્સુક છે
પીએમ મોદીએ આ વાતચીત અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી છે, જેમાં પીએમ મોદીએ લખ્યું છે કે મિત્ર રાષ્ટ્રના રાષ્ટ્રપતિ પુતિન સાથે બહુ સારી અને વિસ્તૃત વાતચીત થઈ છે. અમે દ્વિપક્ષીય એજન્ડામાં પ્રગતિની સમીક્ષા કરી હતી, જ્યારે આ વર્ષના અંત સુધીમાં રાષ્ટ્રપતિ પુતિનની ભારતમાં યજમાની કરવા માટે ઉત્સુક છે.
બ્રાઝિલના રાષ્ટ્રપતિ સાથે પણ વાતચીત કરી
સૌથી મહત્વની વાત એ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈસ ઈનાસિયો લૂલા દા સિલ્વા સાથે પણ ફોન પર વાત કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર લખ્યું હતું કે રાષ્ટ્રપતિ સાથે સારી વાતચીત થઈ.
હું બ્રાઝિલની યાત્રા યાદગાર બનાવવા માટે હું તેમનો આભાર વ્યક્ત કરું છું. અમે અમારા વેપાર, એનર્જી, ટેક્નોલોજી, સંરક્ષણ અને હેલ્થ વગેરે ક્ષેત્રોમાં પોતાની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.