પીએમ મોદીને મળી મોટી રાહત : ચૂંટણી પંચે કહ્યું ‘નથી માંગ્યા ધર્મના નામે વોટ’

નવી દિલ્હી : પ્રધાનમંત્રી મોદી નરેન્દ્ર મોદીને ચૂંટણી પંચ તરફથી કલીનચિટ મળી ચૂકી છે. વડાપ્રધાન પર આરોપ લાગ્યો હતો કે તેમણે ચૂંટણી પ્રચારમાં ધર્મના નામે વોટ માંગ્યા હતા. પીલીભીતમાં ચૂંટણી સભામાં વાદપ્રધાન મોદીએ રામમંદિર અને કરતારપુર કોરિડોરનો ઉલ્લેખ કર્યો હતો. જેને લઈને આખો મામલો ગરમાયો હતો અને ચૂંટણી પંચ સુધી પહોંચ્યો હતો. પરંતુ અંતે સુપ્રીમ કોર્ટ તરફથી પીએમ મોદીને કલીનચિટ મળી ગઈ છે.
ચૂંટણી પંચનું કહેવું છે કે તેઓ પોતાની સરકારની ઉપલબ્ધીઓને દર્શાવી રહ્યા છે, જેને ધર્મના નામે વોટ માંગવા ના કહી શકાય. સુપ્રીમ કોર્ટના વકીલ આનંદ એસે. ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી કે 9 એપ્રિલના વડાપ્રધાને આચારસંહિતાનો ભંગ કર્યો હતો અને હિન્દુ દેવી દેવતાઓના નામે મતો માંગ્યા હતા.
આ બાબતને લઈને ચૂંટણી પંચ સુધી ફરિયાદ કરવામાં આવી હતી, જ્યાથી નરેંદ્ર મોદીને સૌથી મોટી રાહત મળી ચૂકી છે. એકતરફ દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ છે અને બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ત્યારે વડાપ્રધાન મોદીને મળેલી રાહત ઘણી મહત્વપૂર્ણ છે.