ટોપ ન્યૂઝ

સંસદમાં સુરક્ષાભંગની ઘટના પર પીએમ મોદીએ આપ્યું આ નિવેદન..

નવી દિલ્હી: સંસદની સુરક્ષામાં ગંભીર ચૂકને પગલે વિપક્ષોએ આજે ગૃહમાં સત્રની કાર્યવાહી દરમિયાન ભારે હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાને પગલે પીએમ મોદીએ એક મોટું નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે આ ઘટનાને ગંભીરતાથી લેવી જોઇએ અને તેને રાજકારણ માટેનો મુદ્દો બનાવવો ન જોઇએ.

વિપક્ષે સંસદની સુરક્ષાનો મુદ્દા પર આક્રમક વલણ અપનાવતા સતત ગૃહમાં હોબાળો મચાવ્યો હતો જેને પગલે ગૃહની કાર્યવાહી સ્થગિત કરવાની ફરજ પડી હતી. આ મામલે વિપક્ષના નેતાઓ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને નિવેદન આપે તેવી માગ કરી રહ્યા છે. કોંગ્રેસના ટીએન પ્રથાપન, હિબી એડન, જોતિમણી, રામ્યા સહિત વિપક્ષના 14 સભ્યોને શિયાળુ સત્રના બાકીના દિવસો માટે ગૃહમાં અધ્યક્ષની અવમાનના અને અનાદર બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયનને પણ રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ નિવેદન આપતા કહ્યું હતું કે, “અમે બધા સહમત છીએ કે ગઈકાલની કમનસીબ ઘટનાને પગલે લોકસભાના સભ્યોની સુરક્ષામાં ગંભીર ખામી સર્જાઇ હતી. લોકસભા સ્પીકરના નિર્દેશ પર આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે.

પહેલા કોંગ્રેસના 5 સભ્યો ટીએન પ્રથાપન, હિબી એડન, જોતિમણી, રામ્યા હરિદાસ અને ડીન કુરિયાકોસને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમના પછી કોંગ્રેસના વીકે શ્રીકંદન, બેની બેહનન, મોહમ્મદ જાવેદ અને મણિકમ ટાગોર, ડીએમકેના કનિમોઝી અને એસઆર પ્રતિબેન, સીપીઆઈ(એમ)ના એસ વેકેટેશન, પીઆર નટરાજન અને કે.કે. સુબ્બારાયનને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ ગૃહમાં પસાર કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે રાજ્યસભામાં આ મુદ્દે અનેક સવાલો ઉઠાવ્યા હતા, તેમણે કહ્યું હતું કે સુરક્ષા ભંગ ખૂબ જ ગંભીર મુદ્દો છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગૃહની અંદર નિવેદન આપવું જોઈએ. તેના જવાબમાં કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું હતું કે કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓ આ ઘટનાને રાજકારણનો મુદ્દો બનાવી રહી છે. રાજકારણ કરવાને બદલે દેશને એકતાનો સંદેશ આપવો જોઈએ. આ પછી વિપક્ષી ગઠબંધન INDIAના સભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો.. જ્યારે Harry Potter Mumbai Localમાં પ્રવાસ કરે ત્યારે…