ઇન્ટરનેશનલટોપ ન્યૂઝનેશનલ

પીએમ મોદી દુબઈ રવાના, આવતીકાલે ક્લાઈમેટ સમિટમાં ભાગ લેશે

દુબઈઃ યુનાઈટે આરબ અમિરાત (યુએઈ)માં આવતીકાલે યોજાનારી સીઓપી-28ની વર્લ્ડ ક્લાયમેટ એક્શન સમિટમાં ભાગ લેવા માટે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દુબઈ રવાના થયા હતા. એના અગાઉ વડા પ્રધાન મોદીમાં દુબઈમાં અન્ય દેશના નેતાઓ સાથે વાતચીત કરશે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે દુબઈમાં જઈ રહ્યા છે, જ્યાં હું સીઓપી-28 શિખર પરિષદમાં ભાગ લેશે.

અહીંની પરિષદમાં હવામાનમાં થનારા પરિવર્તન પર કાબૂ મેળવવા અને સતત વિકાસ માટેના પ્રયાસોને મજબૂત કરવા માટે મહત્ત્વના મુદ્દામાં ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

દુબઈ રવાના થયા પહેલા પીએમ મોદીએ કહ્યું હતું કે યુનાઈટેડ આરબ અમિરાતના રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક હિજ હાઈનેસ શેખ મહોમ્મદ બિન જાયદ અલ નાહયાનના નિમંત્રણે હું અહીંની શિખર પરિષદમાં ભાગ લેવા માટે મુલાકાત લઈશ.

પીએમ મોદીએ કહ્યું હતું કે દુબઈમાં આયોજિત મહત્ત્વના કાર્યક્રમમાં ભાગ લેવાનો આનંદ થાય છે. યુએઈની અધ્યક્ષતામાં આયોજિત કાર્યક્રમમાં પણ ભારત પણ એક મહત્ત્વપૂર્ણ ભાગીદાર રાષ્ટ્ર છે. આ મુદ્દે વડા પ્રધાને કહ્યું હતું કે ભારતે હમેશા સામાજિક અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે આબોહવામાં થનારા પરિવર્તન મુદ્દે ભાર મૂકવામાં આવ્યો છે.


અમારા G20 પ્રમુખપદ વખતે પણ આ મુદ્દો અમારી પ્રાથમિકતા હતી. અમને આશા છે કે COP-28 આ મુદ્દાઓ પર સર્વસંમતિને આગળ વધારશે. COP28 પેરિસ કરાર હેઠળ થયેલી પ્રગતિની સમીક્ષા કરવાની અને આબોહવા ક્રિયા પરના ભાવિ માર્ગનો માર્ગ તૈયાર કરવાની તક પણ પૂરી પાડશે, એમ તેમણે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે 2015માં પેરિસમાં આયોજિત સીઓપી21માં પીએમ મોદી હાજરી આપી હતી. આ વખતે 190થી વધુ દેશ પેરિસ કરાર માટે સંમત થયા હતા. આ કરાર અન્વયે વૈશ્વિક તાપમાનમાં વધારો 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત રાખવાની વાત થઈ હતી, પરંતુ તેનો મુખ્ય ઉદ્દેશ ગ્લોબલ વોર્મિંગ ઘટાડવાનો હતો.

સંબંધિત લેખો

Back to top button