
અમદાવાદઃ અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. ફાયર અને પોલીસને જાણ કરવામાં આવતા ટીમો ઘટનાસ્થળે જવા રવાના થઈ છે. આ દુર્ઘટનાને પગલે તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હોવાની વિગતો મળી છે. પ્લેન ક્રેશ થયાની જાણ થતા જ ફાયર વિભાગની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે રવાના છે. પ્લેનમાં પેસેન્જર હતા કે નહીં તે અંગે કોઈ ચોક્કસ માહિતી પ્રકાશમાં આવી નથી.
પ્લેન ક્રેશ થતા 2 કિલો મીટર સુધી ધૂમાડા જોવા મળ્યા
પ્લેન ક્રેશ થતા તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે મેઘાણીનગર પાસે પ્લેન ક્રેશની દુર્ઘટનામાં પ્લેનની અંદર યાત્રીઓ સવાર હતા. જો કે, તેની કોઈ સત્તાવાર માહિતી મળી નથી. પ્લેન ક્રેશ થતા ઘટના સ્થળે ધૂમાડા જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટનાના અનેક વીડિયો અત્યારે સોશિયલમ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. પ્લેન ક્રેશ થતા 2 કિલો મીટર સુધી ધૂમાડા જોવા મળ્યા છે. અત્યારે બચાર કામગીરી માટે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે જવા રવાના થઈ છે. આ પ્લેન પેસેન્જર હોવાની પણ પ્રાથમિક માહિતી મળી છે. અમદાવાદ પોલીસ કમિશનર ઘટના સ્થળે પહોંચી ગયાં છે. આ પ્લેનમાં કુલ 133 લોકો સવાર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી છે