ટોપ ન્યૂઝનેશનલ

Paytm Payment Bank ને કરોડોનો ફટકો, મની લોન્ડ્રિંગ મામલે FIU-INDની મોટી કાર્યવાહી

નવી દિલ્હી: રિઝર્વ બેંકના નિયંત્રણો સામે ઝઝૂમી રહેલી Paytm પેમેન્ટ્સ બેંકની મુશ્કેલીઓ ઓછી થવાની નામ લેતી નથી. ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટે મની લોન્ડરિંગ હેઠળ પેટીએમ પેમેન્ટ્સ બેંક પર 5.49 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. FIU-INDએ Paytm પેમેન્ટ્સ બેંક પર 5.49 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. મની લોન્ડરિંગને કારણે વન 97 કોમ્યુનિકેશન્સ લિમિટેડની માલિકીના યુનિટ પર આ દંડ લાદવામાં આવ્યો છે. રિઝર્વ બેંકે પેટીએમ પેમેન્ટ બેંકને પણ 15 માર્ચ સુધી તેની કામગીરી બંધ કરવાનો આદેશ આપ્યો છે. વિજય શેખર શર્માએ પણ પેમેન્ટ્સ બેંકમાંથી રાજીનામું આપી દીધું છે.

આ મામલાની માહિતી આપતા નાણા મંત્રાલયે કહ્યું કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ સંસ્થાઓએ તેમની ગેરકાયદે કમાણી પેટીએમ પેમેન્ટ બેંકના ખાતામાં રાખી અને પછી તેને અન્ય ખાતામાં ટ્રાન્સફર કર્યા.મંત્રાલયે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટ-ઇન્ડિયા (FIU-IND), પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ સત્તાનો ઉપયોગ કરીને, Paytm પેમેન્ટ્સ બેંક પર દંડ લગાવ્યો છે.’

અગાઉ, રિઝર્વ બેંકે Paytm પેમેન્ટ્સ બેંકને 29 ફેબ્રુઆરી પછી ગ્રાહકોના ખાતામાં નવા સેવિંગ્સ અથવા ક્રેડિટ સ્વીકારવા પર પ્રતિબંધ મૂક્યો હતો. બાદમાં ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય બેંકે સમયમર્યાદા 15 માર્ચ સુધી લંબાવી હતી. અગાઉ, Paytm પેમેન્ટ્સ બેંક અને Paytmએ તેમની ઇન્ટર-કંપની એગ્રીમેન્ટને બંધ કરવાની માહિતી આપી હતી.

આનાથી ગ્રાહકો માટે એક પડકાર ઉભો થયો કે શું તેઓ 15 માર્ચ પછી તેમના વોલેટનો ઉપયોગ કરી શકશે કે નહીં. જોકે, Paytm એ કહ્યું કે તે ઈચ્છે છે કે તેના ગ્રાહકોને ટ્રાન્ઝેક્શનમાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે અને તે આ માટે ઘણા ઓપ્શન્સ પર વિચાર કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker