ટોપ ન્યૂઝનેશનલ

60 કિમીનો પીછો કરી આખરે દિલ્હી પોલીસે પાર્શ્વનાથ લેન્ડમાર્કના સીઈઓની કરી ધરપકડ

નવી દિલ્હીઃ જાણીતા રિયલ એસ્ટેટ ફર્મ પાર્શ્વનાથ ડેવલપર્સની પેટાકંપની પાર્શ્વનાથ લેન્ડમાર્ક ડેવલપર્સના ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) સંજીવ જૈનની 60 કિલોમીટરનો પીછો કર્યા બાદ ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે આ જાણકારી આપી છે.

ગુરુગ્રામના DLF ફેઝ-2માં રહેતા સંજીવ જૈનને દિલ્હી પોલીસ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) શાહદરાની ટીમે દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરી છે.

શાહદરાના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સુરેન્દ્ર ચૌધરીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ આયોગ સમક્ષ હાજર થવામાં અસમર્થતાને કારણે સીઈઓ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યા બાદ શનિવારે શાહદરા એસટીએફ ટીમ દ્વારા સંજીવ જૈનની IGI એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રજત બબ્બરે દાખલ કરેલા કેસના સંબંધમાં સંજીવ જૈન વિરુદ્ધ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. તેમાં વધુમાં જણાવ્યું હતું કે, શાહદરા પોલીસ સ્ટેશનમાં રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ આયોગ દ્વારા સંજીવ જૈન વિરુદ્ધ ચાર બિનજામીનપાત્ર વોરંટ અને એક જામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યા છે.
પોલીસ હવે આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button