Parliament security breach: એક દાયકા પહેલા સાગરમાં વિદ્રોહના બીજ રોપાયા હતા
ટોપ ન્યૂઝનેશનલ

Parliament security breach: એક દાયકા પહેલા સાગરમાં વિદ્રોહના બીજ રોપાયા હતા

નવી દિલ્હી: સંસદમાં હોબાળો કરનાર સાગર શર્માના છેલ્લા એક દાયકાથી બળવાખોર બન્યો હતો. તે સમયે તેની ઉંમર માત્ર 17-18 વર્ષની હતી. 2015થી તેને ડાયરી લખવાનું શરૂ કર્યું. જેમાં દરેક પેજની શરૂઆત ઈન્કલાબ ઝિંદાબાદથી કરતો હતો. તેમજ દરેક પેજ પર બળવાખોર અને જુસ્સાદાર કવિતાઓ અને શાયરી લખતો. તેના લખાણથી ખબર પડતી હતી કે તે સરમુખત્યારશાહી અને હિટલરની ઘણો પ્રભાવિત હતો. ધીરે ધીરે તે તેના જેવાજ લોકોના સંપર્કમાં આવ્યો.

સાગરે 2013માં હાઈસ્કૂલની પરીક્ષા અને 2015માં ઈન્ટરમીડિયેટની પરીક્ષા પાસ કરી હતી. તેમજ તેને વચ્ચેના પાંચ વર્ષ સુધી કંઈ લખ્યું નહિ અને પછી 24 જાન્યુઆરી 2021 ના ​​રોજ ફરીથી ડાયરી લખવાનું શરૂ કર્યું. તેણે લખ્યું કે આજે લગભગ પાંચ વર્ષ પછી મેં લખવાનું શરૂ કર્યું છે. આ સાથે એવું પણ લખ્યું હતું કે… એક તરફ ભય છે તો બીજી તરફ કંઈપણ કરવાની આગ છે. હું ઈચ્છું છું કે હું મારા માતાપિતાને મારી પરિસ્થિતિ સમજાવી શકું. અને એવું પણ નથી કે સંઘર્ષનો માર્ગ પસંદ કરવો મારા માટે આસાન રહ્યો છે, મેં પાંચ વર્ષ સુધી મારી સાથે સંઘર્ષ કર્યો છે.

દરેક ક્ષણની આશા સાથે રાહ જોઈ છે કે એક દિવસ એવો આવશે જ્યારે હું મારી ફરજ તરફ આગળ વધીશ. ઘરને વિદાય આપવાનો સમય નજીક આવી ગયો છે.

તેણે જે રીતે ફરીથી ડાયરી લખવાનું શરૂ કર્યું તે પરથી કહી શકાય કે તે પહેલા લલિત અને અન્ય સાથીદારોના સંપર્કમાં આવ્યો હશે. અને તેમનાથી ખૂબ પ્રભાવિત થયો હશે. જોકે આ બધી બાબતમાં મહત્વની બાબત એ છે કે સાગરના માતા પિતા પણ સાગરના આ બળવાખોર સ્વભાવથી અજાણ હતા. ત્યારે પ્રશ્ન એ થાય કે સાગરમાં બળવાખોરીના બીજ ક્યાંથી રોપાયા અને ક્યાં કારણસર તે આ માર્ગે ચડ્યો.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button