
પહલગામ હુમલા પછી આતંકવાદને સમર્થન આપનારા પાકિસ્તાનની પૂંછડી હજુ પણ વાંકી જ છે. ઈતિહાસમાં જોવામાં આવે તો ભારત સાથે પાકિસ્તાન અનેક વખત યુદ્ધ કરી ચૂક્યું છે.
આ યુદ્ધમાં પાકિસ્તાન અનેક વખત ઊંધા માથે પટકાયા પછી પણ સુધરવાનું નામ લેતું નથી. વિદેશી તાકાતોના સહારે ફરી ભારતની સામે બાથ ભીડવા ફરી તૈયાર થયું છે, પણ આ વખતે ભારતે પણ એક પછી એક પાંખ કાપીને ‘આંતકિસ્તાન’ની હેકડી ઠીક કરવાનું નક્કી કર્યું છે.
આ વખતે ભારત પણ વૈશ્વિક સ્તરે પોતાના દોસ્ત અને દુશ્મનોને પણ નજર કરી રહ્યું છે, જેમાં રશિયા, અમેરિકાએ ભારતને આતંકવાદ વિરુદ્ધ લડાઈ માટે સમર્થન આપ્યું છે, જ્યારે ચીન મિત્ર રાષ્ટ્ર પાકિસ્તાન ગણાવીને ટેકો આપ્યો છે. આતંકવાદમાં ખૂવાર થઈ રહ્યું છે, પરંતુ સુધરવાનું નામ લેતું નથી પાકિસ્તાન. જોઈએ નાપાક પાકિસ્તાનનો ભૂતકાળ કેવો રહ્યો છે.
આપણ વાંચો: પહલગામ હુમલા મુદ્દે નીતિન કાકાએ પાકિસ્તાન પર તાક્યું નિશાન, જાણો શું કહી નાખ્યું?
પહલગામ હુમલા પછી થશે પાંચમું યુદ્ધ?

પહલગામના હુમલામાં એનઆઈએ દ્વારા સ્પષ્ટ તારવવામાં આવ્યું છે કે પાકિસ્તાનના સમર્થનને કારણે આતંકવાદીઓને ખુલ્લો દૌર મળ્યો છે. ભારતમાં ઘૂસણખોરી કરીને આતંકવાદીઓએ કરેલા હુમલા અંગે આ વખતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ મળશે, જે અગાઉના યુદ્ધમાં મળ્યો છે.
આ અગાઉ ભારત ચાર વખત પાકિસ્તાનને પછાડી ચૂક્યું છે, જાણીએ કઈ રીતે પાકિસ્તાનના નાકમાં ભારતે દમ લાવ્યો હતો. પહલગામના હુમલા પછી ભારતે સિંધુ જળ સમજૂતી રોકી છે, ત્યારબાદ એર સ્પેસમાં પાકિસ્તાની વિમાનના પ્રતિબંધ, વેપારમાં રોક, પાકિસ્તાની નાગરિકોને વિઝામાં રોકવાની સાથે ડિજિટલ સ્ટ્રાઈકનો પણ સમાવેશ થાય છે.
આપણ વાંચો: પહલગામ હુમલા પર અજિત પવાર જૂથના નેતાનું મોટું નિવેદન- ‘માત્ર સર્જિકલ સ્ટ્રાઈકથી કંઈ નહીં થાય, પણ…’
1999માં કારગિલ પર વિજય મેળવ્યો હતો

છેલ્લે ભારત અને પાકિસ્તાન વચ્ચે જુલાઈના 1999માં રાતના ભારતીય સૈનિકોએ હુમલો કરતા આઠ જુલાઈના રાતના આઠ વાગ્યા સુધીમાં રિવર્સ સ્લોપ્સ, કટ અને કોલર ક્ષેત્ર ર કબજો મેળવ્યો હતો. એટલે ભારતે સંપૂર્ણ ટાઈગર હિલ પર કબજો મેળવ્યો હતો.
એના પછી તાત્કાલિક તત્કાલીન જનરલ મલિકે વડા પ્રધાનના સલાહકાર બ્રજેશ મિશ્રાએ પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને ટાઈગર હિલ્સ જીત્યા પછી ભારતીય આર્મીએ દક્ષિણ-પશ્ચિમના માર્ગે આગળ વધીને દુશ્મનોને ખદેડી મૂક્યા હતા.
ત્રણ મહિના ચાલેલા આ યુદ્ધે દેશમાં અનેક સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો, પરંતુ આ યુદ્ધમાં મુખ્ય ભૂમિકા ટાઈગર હિલની રહી હતી. ટાઈગર હિલ અને આ યુદ્ધમાં શહીદ સૈનિકોની શહાદતને સમગ્ર દેશ નમન કરે છે. ત્રીજી મેથી જુલાઈ 1999 સુધી યુદ્ધ ચાલ્યું હતું. ઓપરેશન વિજય મારફત ભારતે વિજય મેળવ્યો હતો.
26 જુલાઈના યુદ્ધ પૂરું થયેલું યુદ્ધ 84 દિવસ ચાલ્યું હતું, જેની સ્ટોરી પચીસ વર્ષ જૂની છે. કારગિલ યુદ્ધનો પડકાર એ હતો કે દુશ્મનો ઉપર હતા અને ભારતીય સૈન્ય નીચે, પણ બોફોર્સની તોપને કારણે એ યુદ્ધ જીતી શકાયું હતું.
આપણ વાંચો: પહલગામ હુમલા પછી ફરી કાશ્મીરમાં આતંકી હુમલો થઈ શકે, એજન્સી એલર્ટ
બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામઃ 1971નું યુદ્ધ 13 દિવસ ચાલ્યું

ત્રીજી ડિસેમ્બરથી 16 ડિસેમ્બર ચાલેલું 1971ના યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને જોરદાર લપડાક મારીને બે ભાગલા કર્યા હતા. ઢાકામાં પાકિસ્તાની સેનાએ આત્મસમર્પણ કર્યું હતું અને 1971નું યુદ્ધમાં પાકિસ્તાનના ભાગલાને કારણે મહત્ત્વનું હતું. આ વર્ષે બાંગ્લાદેશે પોતાના ઉદ્દભવ માટે લડ્યું હતું અને ભારતે સંપૂર્ણ સાથ આપ્યો હતો. 1947માં બંગાળના પૂર્વ અને પશ્ચિમ બંગાળના વિભાજન થયું હતું.
પશ્ચિમ બંગાળ ભારતના હસ્તકે રહ્યું હતું, જ્યારે પૂર્વ બંગાળનું નામ બદલીને પાકિસ્તાન રાખ્યું હતું. જોકે પૂર્વ પાકિસ્તાનને 1971માં આઝાદી મળી હતી, જે યુદ્ધમાં મોટી ખુવારી થઈ હતી.
કહેવાય છે કે બે લાખ મહિલા પર બળાત્કાર થયા હતા. બીજી બાજુ શેખ મુજીબુર્રરહમાનની આગેવાની હેઠળ પાકિસ્તાન સામે બંડ પોકારીને યુદ્ધે ચઢ્યા હતા, જેનાથી બે ભાગલા થયા એમાં એક પાકિસ્તાન અને બીજું હતું બાંગ્લાદેશ. આ યુદ્ધમાં પાકિસ્તાનને જોરદાર તમાચો લાગ્યો હતો.
ભારત અને પાકિસ્તાન વચ્ચે 1965નું યુદ્ધ

ભારત અને પાકિસ્તાનની વચ્ચે ત્રીજી યુદ્ધ 1965માં થયું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી આક્રમણને કારણે બંને દેશો વચ્ચેની સરહદો સળગી ઊઠી હતી. 1965માં પાકિસ્તાને કચ્છના રણમાં આક્રમણ કર્યું હતું અને એના પછી પાકિસ્તાનના લાહોર-સિયાલકોટ અને ભારતના છાંબ-જોરિયન સુધી લંબાયું હતું.
ભારતીય સૈન્ય લાહોર સુધી પહોંચી ગયું હતું. સોવિયત સંઘની મધ્યસ્થીને કારણે ભારતના તત્કાલીન વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ પાકિસ્તાનના લશ્કરી શાસક અયુબ ખાન સાથે સમજૂતી કરી હતી.
સોવિયત સંઘના તાશ્કંદ ખાતે 11 જાન્યુઆરી 1966માં બંને દેશ વચ્ચે કરાર થયા અને બંને દેશના સૈન્યો પહેલા જે જગ્યાએ હતા, ત્યાં પાછા લઈ જવા માટે સંમત થયા હતા. આમ છતાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘટતા વર્ષો લાગ્યા હતા. પાંચમી ઓગસ્ટ 1965થી શરુ થયેલું યુદ્ધ 17 દિવસ ચાલ્યું હતું, જે 23 સપ્ટેમ્બર 1965ના યુદ્ધવિરામ થયું હતું. આ યુદ્ધ જો બંધ થયું ના હોત તો આજે લાહોર પણ ભારતનું હોત.
1947-48નું કાશ્મીર યુદ્ધ એક વર્ષ ચાલ્યું હતું

ભારત-પાકિસ્તાનની વચ્ચે સૌથી પહેલું યુદ્ધ જમ્મુ કાશ્મીરને લઈને થયું હતું. આ પહેલું યુદ્ધ 1947માં શરુ થયું અને પહેલી જાન્યુઆરી 1949માં 11.59 વાગ્યે સમાપ્ત થયું હતું. આ યુદ્ધ પછી ભારતે કાશ્મીર પર બે-તૃતિયાંશ હિસ્સા પર નિયંત્રણ મેળવ્યું હતું, જ્યારે પાકિસ્તાને ગિલગિટ-બાલ્ટિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળ (પીઓકે) પર કબજો કર્યો હતો.
ભારત અને પાકિસ્તાન 1947માં આઝાદ થયા, પરંતુ આઝાદીના થોડા દિવસો પછી બંને દેશની વચ્ચે યુદ્ધના વાદળો ઘેરાયા. આઝાદી પછી 1947માં કાશ્મીરમાં રમખાણો થયા હતા વધતા વિદ્રોહની વચ્ચે પાકિસ્તાને કાશ્મીરમાં કબાયલી સેનાને મોકલી એના પછી યુદ્ધ થયું હતું એ વખતે ભારતીય સૈન્યએ મોરચો સંભાળ્યો હતો અને સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુએન)ના માધ્યમથી યુદ્ધ (પહેલી જાન્યુઆરી, 1949)ને અટકાવ્યું હતું.
જોકે, વર્ષોથી જે કાશ્મીર માટે દાયકાઓથી લડાઈ ચાલી રહી છે ત્યારે હજુ પણ કાશ્મીરના એક તૃતિયાંશ હિસ્સાને પાકિસ્તાનના કબજામાંથી મુક્ત કરવાનું બાકી છે. ભારતે પાકિસ્તાનની અક્કલ ઠેકાણે લાવવા માટે એક પછી વ્યૂહાત્મક પ્રતિબંધો મૂક્યા પછી હવે પાંચમું યુદ્ધ થયું તો ઊંધે માથે પટકાશે એટલું નક્કી છે.