ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

PoK પાકિસ્તાને ખાલી કરવું જ પડશે, UNમાં ભારતે બતાવી લાલ આંખ

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રમાં PoK પર પાકિસ્તાને કરેલી ટિપ્પણીનો રાજદૂત પી હરીશે સણસણતો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું, પાકિસ્તાનના પ્રતિનિધિએ ફરી એક વખત ભારતીય કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર પર અયોગ્ય ટિપ્પણી કરી છે. આ પ્રકારે કોઈપણ સંદર્ભ વગર વારંવાર ગેરકાયદે દાવા કરવા અયોગ્ય છે. પીઓકે ભારતનો હિસ્સો છે અને પાકિસ્તાને તેને ખાલી કરવો પડશે.

જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે

સુરક્ષા પરિષદમાં ભારતના પ્રતિનિધિ પી હરીશે કહ્યું, પાકિસ્તાન વારંવાર જમ્મુ-કાશ્મીરનું નામ લઈ તેના અધિકાર અને નૈતિકતા બંનેનું ઉલ્લંઘન કરી રહ્યું છે. જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે. જમ્મુ કાશ્મીરના જે હિસ્સા પર પાકિસ્તાને ગેરકાયદે કબજો કર્યો છે તેને ખાલી કરવો જ પડશે.

શાંતિ મંત્રણા દરમિયાન પાકિસ્તાને ફરી એક વખત જમ્મુ કાશ્મીર રાગ આલાપ્યો હતો. ભારતે તેનો સણસણતો જવાબ આપતાં ફરી એક વખત પાકિસ્તાનની પોલ ખુલી ગઈ હતી. ભારતે કહ્યું, પાકિસ્તાન વારંવાર ખોટું બોલવાથી ન બચી શકે. પાકિસ્તાન જ આતંકવાદીઓને શરણું આપે છે અને આતંકવાદ ફેલાવે છે. ભારત કોઈ પણ આંતરરાષ્ટ્રીય મંચ પર દેશની અખંડતાને ઠેસ પહોંચાડનારા નિવેદનનો વિરોધ કરે છે.

પી હરીશે કહ્યું, અમે પાકિસ્તાનને તેમના એજન્ડાને આગળ વધારવા માટે સંયુક્ત રાષ્ટ્ર જેવા મંચનો ઉપયોગ ન કરે તેવી સલાહ આપીએ છીએ. ભારત આ મામલે વિસ્તૃત જવાબ આપવાના અધિકારનો પ્રયોગ કરવાથી બચશે.

આ પણ વાંચો…લીક થઈ ગયો ટ્રમ્પનો વોર પ્લાન? જાણો કોણ હતું ટાર્ગેટ અને કેવી રીતે થયો ખુલાસો

ઉલ્લેખની છે કે આંતકવાદીઓને આશરો આપતું પાકિસ્તાન હાલ ઉગ્રવાદ અને આતંકવાદથી પરેશાન છે. પાકિસ્તાનમાં તાજેતરમાં હત્યા અને બોમ્બ વિસ્ફોટના સમાચાર આવતા રહે છે. ઉગ્રવાદીઓ દ્વારા જવાનોને પણ નિશાન બનાવાય છે. તેમ છતાં આંતરરાષ્ટ્રીય મંચ પર આતંકવાદને લઈ વાત કરવા તૈયાર નથી. તક મળતાં જ જમ્મુ કાશ્મીર રાગ આલાપે છે પરંતુ ભારત દર વખતે આંતરરાષ્ટ્રીય મંચ પર તેમને નીચાજોણું કરાવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button