Rajkot ગેમ ઝોનનો માલિક પસ્તાવાનું નાટક કરીને કોર્ટમાં હસવા લાગ્યો, કહ્યું આવી દુર્ઘટના તો થતી રહે

અમદાવાદ : રાજકોટના (Rajkot)ગેમ ઝોન અગ્નિકાંડે સૌને ચોંકાવી દીધા છે. આ અકસ્માતમાં 28 નિર્દોષ લોકો ભોગ બન્યા હતા. આ દુર્ઘટનામાં અનેક પરિવારો વેરવિખેર થયા છે. જયારે ગુજરાત હાઈકોર્ટે પણ આ દુર્ઘટના અંગે સુઓ મોટો અરજી દાખલ કરી હતી અને કડક ટિપ્પણી કરી હતી. હાઇકોર્ટે આને માનવસર્જિત દુર્ઘટના ગણાવી હતી.
યુવરાજસિંહ સોલંકીનું અદાલતમાં વર્તન અજુગતું
પોલીસે આ મામલે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં મુખ્ય આરોપી ધવલ ઠક્કર સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ધવલ આ કેસમાં પકડાયેલો ચોથો આરોપી છે.આ અગાઉ ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમાં યુવરાજ સિંહ સોલંકી, નીતિન જૈન અને રાહુલ રાઠોડનો સમાવેશ થાય છે. આ દરમિયાન કંઈક એવું બન્યું જે હેરાન કરનારું હતું.
પહેલા અફસોસનું નાટક પછી હસવા લાગ્યો
સરકારી વકીલ તુષાર ગોકાણીએ કહ્યું કે જ્યારે યુવરાજ સિંહ સોલંકી કોર્ટમાં પ્રવેશ્યા ત્યારે તેમણે જણાવ્યું કે તેમને આ દુર્ઘટના માટે ખૂબ જ પસ્તાવો છે. જેમાં થોડીવાર પછી તે હસવા લાગ્યો એટલું જ નહીં તેમણે કોર્ટને એમ પણ કહ્યું કે આવી દુર્ઘટના થતી રહે છે.
થોડી જ મિનિટોમાં તે હસવા લાગ્યો
તુષાર ગોકાણીએ જણાવ્યું હતું કે, યુવરાજસિંહ સોલંકીએ કોર્ટ સમક્ષ જે વાત કરી રહ્યો હતો તેના પરથી લાગતું હતું કે તેને આ દુર્ઘટનાથી પસ્તાવો થશે અને લાગતું હતું કે તે રડી રહ્યો છે.પરંતુ પાંચ મિનિટ બાદ તે હસતા હસતા કોર્ટ સાથે દલીલો કરી રહ્યો હતો. તેમણે કહ્યું કે જે આરોપી કોર્ટમાં પ્રવેશતા જ રડતો હોય તેવું લાગતું હતું, પરંતુ થોડી જ મિનિટોમાં તે હસવા લાગ્યો અને કહ્યું કે ‘આવી દુર્ઘટનાઓ થતી રહે છે. કોર્ટે આરોપીના આ વલણને ગંભીરતાથી લીધું હતું.