ટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

Operation Lotus: કોંગ્રેસમાં હજુ ‘અમંગળ’ના એંધાણ, આ તારીખે આવી શકે ‘ભૂકંપ’?

મુંબઈઃ લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ની આગેવાની હેઠળની સરકારને ફરી સત્તામાં નહીં લાવવા માટે કોંગ્રેસે આગવાની લઈને I.N.D.I.A ગઠબંધનનું નિર્માણ કર્યું હતું. હજુ માંડ એક મહિનો થયો છે ત્યારે ભાજપે એનડીએ (National Democratic Alliance) સક્રિય બનાવીને ઓપરેશન લોટસ (Operation Lotus) હેઠળ એક પછી એક પાર્ટીના દિગ્ગજ નેતાઓ પાર્ટીમાંથી એક્ઝિટ લેવાની મોસમ શરુ થઈ છે, જેમાં ગુજરાત, મધ્ય પ્રદેશ સાથે મહારાષ્ટ્રમાં કોંગ્રેસી નેતાઓ પાર્ટીને અલવિદા કરી રહ્યા છે.

અગાઉ મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)માં ભાજપે ઓપરેશન લોટસ હાથ ધર્યા પછી હવે સત્તાધારી પાર્ટીએ કોંગ્રેસમાં ગાબડું પાડવાનું શરુ કર્યું છે. આજે કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ચવ્હાણે રાજીનામું આપ્યા પછી ભાજપમાં જોડાશે એવી અટકળો જોર પકડ્યું છે. એની સાથે અન્ય 12 વિધાનસભ્ય પંદર ફેબ્રુઆરીના ભાજપ (ભારતીય જનતા પાર્ટી)માં જોડાઈ શકે છે. મહારાષ્ટ્રમાં ચવ્હાણ ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં ભાજપમાં જોડાશે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચવ્હાણે રાજીનામું આપીને કહ્યું હતું કે રાજીનામું આપવાનો નિર્ણય મારો ખૂદનો છે. હજુ 12 નહીં, પરંતુ 19 નેતાઓ પાર્ટી છોડી શકે છે, એવી પણ અટકળ વ્યક્ત કરવામાં આવી રહી છે. આમ છતાં રાજકીય સૂત્રોએ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીના વધુ ત્રણ વિધાનસભ્ય સુભાષ ધોતે, જિતેશ અંતાપુરકર અને અમર રાજપુરકર પણ પાર્ટીમાંથી જઈ શકે છે. સુભાષ રામચંદ્ર ધોતે રાજપુર વિધાનસભામાંથી ચૂંટાઈ આવ્યા હતા, જેમાં કોંગ્રેસવતી 2009 અને 2019માં મહારાષ્ટ્ર વિધાન પરિષદના ચૂંટાઈ આવ્યા હતા. નાંદેડની દેગલુર બેઠક પરથી જીતેલા જિતેશ અંતાપુરકર પણ સાથે અમર રાજપુરકર પાર્ટીને અલવિદા કરી શકે છે.

એના સિવાય બાબા સિદ્દિકીના પુત્ર જિશાન પણ પાર્ટી છોડી શકે છે એવી અટકળો વ્યક્ત કરવામાં આવી રહી છે. અજિત પવારની એનસીપીમાં કોંગ્રેસના વધુ બે નેતા જવાની અટકળ છે, જેમાં મુંબાદેવીના વિધાનસભ્ય અમીન પટેલ અને મલાડ પશ્ચિમના અસલમ શેખનું નામ સામેલ છે. મુંબઈના તમામ વિધાનસભ્ય જશે તો મુંબઈ પાસે ફક્ત એક વિધાનસભ્ય રહેશે.
અહીં એ જણાવવાનું કે અશોક ચવ્હાણ પહેલા દિગ્ગજ નેતા મિલિંદ દેવરા અને બાબા સિદ્દિકીએ કોંગ્રેસને અલિવદા કહ્યું હતું. અશોક ચવ્હાણની સાથે આ ત્રણેય મોટા માથા ગણાય છે, જેમાં મિલિંદ દેવરા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા છે, જ્યારે સિદ્દિકી અજિત પવારની પાર્ટીમાં જોડાયા છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત