અમદાવાદ: ઓપરેશન અજય હેઠળ ઈઝરાયલમાં ફસાયેલા ભારતીયોની બીજી બેચ શનિવારે સવારે નવી દિલ્હી પહોંચી હતી. બે શિશુઓ સહિત 235 લોકો વિશેષ વિમાન મારફતે દિલ્હી પહોંચ્યા હતા. વિદેશ રાજ્ય પ્રધાન રંજન સિંહે એરપોર્ટ પર લોકોનું સ્વાગત કર્યું.
ભારતીયના વિદેશ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતીય મુસાફરોને લઈને આવતી ફ્લાઈટ શુક્રવારે રાત્રે 11.02 કલાકે તેલ અવીવથી ટેક ઓફ થઇ હતી. ભારતીય દૂતાવાસે કહ્યું હતું કે દૂતાવાસે ત્રીજી બેચમાં સામેલ લોકોને ઈમેલ દ્વારા જાણ કરી હતી. લોકોને આગામી ફ્લાઇટ્સ માટે ફરીથી મેસેજ કરવામાં આવશે.
ઇઝરાયલના ભારત પરત ફરેલા લોકોએ કહ્યું હતું કે ઇઝરાયેલમાં ભયનું વાતાવરણ છે. ત્યાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. અમને ઈઝરાયેલમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ભારત સરકારનો આભાર.
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈના હમાસ વચ્ચે છેલ્લા એક સપ્તાહથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં લગભગ 3,000 લોકોના મોત થઈ ચૂક્યા છે. ઈઝરાયલમાં ફસાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષિત ભારત લાવવા માટે ભારત સરકારે ‘ઓપરેશન અજય’ શરૂ કર્યું છે. આ ઓપરેશન દ્વારા ઈઝરાયલથી એવા જ લોકોને લાવવામાં આવી રહ્યા છે જેઓ ભારત પરત આવવા ઈચ્છે છે. એક દિવસ પહેલા, 212 ભારતીયોની પ્રથમ બેચ નવી દિલ્હી પહોંચી હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને