
શ્રીનગર: ભારતે આતંકવાદ સામે ઓપરેશન સિંદૂર (Operation Sindoor) શરૂ કર્યું અને 100 આતંકવાદીને માર્યા હતા. જો કે, આતંકવાદ સામે ઓપરેશન સિંદૂર તો યથાવત જ રહેવે. પરંતુ આ દરમિયાન હવે ભારતીય સેના (Indian Army)એ ઓપરેશન કિલર (Operation keller) શરૂ કર્યું છે. ભારતીય સેનાએ પોતાની સોશિયલ મીડિયો પ્રોફાઈલ એક્સ પર પોસ્ટ કરીને તેની સત્તાવાર જાહેરાત કરી છે. ઓપરેશન કિલર હેઠળ ત્રણ આતંકવાદીને ઠાર કરવામાં આવ્યાં હોવાની પણ ભારતીય સેના દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે.
ભીષણ ગોળીબારમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યાં
ભારતીય સેનાએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, 13 મે 2025ના રોજ રાષ્ટ્રીય રાઇફલ્સ યુનિટ તરફથી શોપિયાના શોકલ કેલર વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે મળેલી ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, ભારતીય સેનાએ આતંકવાદીઓને શોધવાની અને મારવાની કામગીરી શરૂ કરી છે. આ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ ભારે ગોળીબાર અને ભીષણ ગોળીબાર થયો હતો. જેમાં સેનાએ જવાબ આપ્યો અને પરિણામે ત્રણ કટ્ટર આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યાં છે. ભારતીય સેનાએ લખ્યું કે, ‘આ કામગીરી ચાલુ છે’
ઓપરેશનમાં 40થી વધારે પાકિસ્તાન સૈનિકો માર્યા ગયા
પહલગામ આતંકવાદી હુમલાનો ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા હુમલાનો બદલો લીધો છે. ભારતે 100 જેટલા આતંકવાદીઓને માર્યા હતા. આ સાથે સાથે ઓપરેશન દરમિયાના પાકિસ્તાની સેનાના સૈનિકો પણ માર્યા ગયા હતાં. આ ઓપરેશન દરમિયાન 40 થી પણ વધારે પાકિસ્તાન સૈનિકો પણ માર્યા ગયા છે. કારણે કે, પાકિસ્તાને ઓપરેશન સિંદૂરને પોતાના પર લીધું જેના કારણે ભારતે પાકિસ્તાને પણ પાઠ ભણાવ્યો છે. પાકિસ્તાન ભારતથી ડર્યું અને સમાધાન માટે અમેરિકા પાસે ગયું હતું. જો કે, આ ભારતે ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે, આતંકવાદ સામે ભારતનું ઓપરેશન સિંદૂર યથાવત રહેશે.
ઘાયલ જવાનોથી ભરેલી છે લાહોર અને રાવલપિંડીની હોસ્પિટલો
ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. લાહોર અને રાવલપિંડીની હોસ્પિટલો અત્યારે ઘાયલ જવાનોથી ભરેલી હોવાની તસવીરો વાયરલ થઈ છે. એટલું જ નહીં પરંતુ પાકિસ્તાની સેનાના પ્રમુખ આસીમ મુનીર આ ઘાયલ જવાનાના હાલચાલ પૂંછવા માટે ગયાં છે. પંજાબ પ્રાંતની સીએમ અને નવાઝ શરીફની દીકરી મરિયમ લાહોરની હોસ્પિટલમાં દાખલા પાકિસ્તાની સૈનિકોની ખબર પૂછવા માટે પહોંચી હતી. પાકિસ્તાન હવે દુનિયા સામે બેનકાબ થઈ ગયું છે.
આ પણ વાંચો…..જમ્મુ કાશ્મીરમાં પહલગામ હુમલાના ત્રણ આતંકીઓના પોસ્ટર લગાવાયા, 20 લાખનું ઈનામ જાહેર