ટોપ ન્યૂઝનેશનલ

હવે Mobileમાં Number Save નહીં હોય તો પણ સ્ક્રીન પર દેખાશે Callerનું નામ…

જો તમારા સ્માર્ટ ફોનમાં પણ કોઈનો નંબર સેવ નથી અને તમારી પાસે કોઈ અજાણ્યા નંબરથી કોલ આવે છે તો તમને સૌથી પહેલો સવાલ એવો આવશે કે આખરે કોનો કોલ હશે? જો તમારી સાથે પણ આવું જ થાય છે તો ડોન્ટ વરી હવે તમારી આ મૂંઝવણનો આવી રહ્યો છે. આવો જોઈએ શું છે આ મૂંઝવણનો નવો ઉકેલ…
મળી રહેલી માહિતી પ્રમાણે Telecom Regulatory Authority of India (TRAI) દ્વારા દેશભરની ટેલિકોમ કંપનીઓને Calling Name Presentationને અમલમાં મૂકવાનો આદોશ આપ્યો છે. આ આદેશને પગલે હવે જ્યારે પમ તમને કોઈ અજાણી વ્યક્તિ કોલ કરશે તો એનું નામ તમને તમારા મોબાઈલ ફોનની સ્ક્રીન પર જોવા મળશે.
અત્યાર સુધી સ્માર્ટફોન યુઝર્સ પોતાના ફોનમાં અજાણ્યા કોલર્સની માહિતી જાણવા માટે થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કરે છે. થર્ડ પાર્ટી એપમાં પણ લોકો મોટા ભાગે ટ્રુ કોલર્સનો ઉપયોગ કરે છે. પણ આ થર્ડ પાર્ટી એપ્લિકેશન ઈન્સ્ટોલ કરતી વખતે અનેક પ્રકારની પરમિશન માંગે છે જેમાં કોન્ટેક્ટ ડિટેઈલ્સ, સ્પીકર, કેમેરા અને કોલ હિસ્ટ્રીની માહિતીનો સમાવેશ થાય છે. જો તમે આમાંથી કોઈ પણ પરવાનગી તમે નથી આપતા તો આ એપ્સ કામ નથી કરતી. પણ જો તમે પરવાનગી આપો છો તો તમારી પર્સનલ માહિતી લીક થવાનું જોખમ પણ રહેલું છે.
TRAIએ દેશભરમાં રહેલી તમામ ટેલિકોમ્યુનિકેશન કંપનીઓને કોલિંગ નેમ પ્રેઝેન્ટેશન ફીચર રોલઆઉટ કરવાનો આદેશ આપ્યો છે. પરિણામે દેશમાં સર્વિસ પૂરી પાડનાર તમામ કંપનીઓએ ટ્રાયલ રન શરૂ કરી દીધું છે. TRAI અનુસાર જો આ ટ્રાયલ સફળ રહેશે તો આખા દેશમાં આ ફીચર લાગુ કરવામાં આવશે. જેને કારણે તમને કોઈ પણ અજાણ્યા નંબરની માહિતી મેળવવા માટે કોઈ થર્ડ પાર્ટી એપની જરૂર નહીં પડે.
TRAIએ કોલિંગ નેમ પ્રેઝેન્ટેશન ફીચરને ટેસ્ટ કરવા માટે દેશના સૌથી નાના સર્કલની પસંદગી કરી છે. મોબાઈલ સર્વિસ પ્રોવાઈડ કરનાર કંપનીએ કોલિંગ નેમ પ્રેઝેન્ટેશન ફીચરના ટેસ્ટિંહગ માટે હરિયાણા પર પસંદગી ઉતારી છે. આ મહિનાથી જ હરિયાણામાં આ ફીચરનું ટ્રાયલ રન શરૂ કરવામાં આવશે, એવી માહિતી પણ સામે આવી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button