પટણા: છેલ્લા ઘણા સમયથી I.N.D.I.A એલાયન્સની બેઠકો માટે અટકળો ચાલી રહી હતી ત્યારે લાંબા સમય બાદ I.N.D.I.A એલાયન્સની બેઠક યોજાઈ હતી જો કે તેમ છતાં આ બેઠકમાં હજુ સુધી કોઈ મોટો નિર્ણય લેવામાં આવ્યો નથી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર I.N.D.I.A એલાયન્સની બેઠકમાં નીતીશ કુમારને I.N.D.I.A એલાયન્સના સંયોજક જાહેર કરી શકાયા હોત પરંતુ કેટલાક કારણોસર નીતીશ કુમારે પોતે જ સંયોજક બનવાની ના પાડી દીધી હતી.
જો કે I.N.D.I.A એલાયન્સની બેઠક પણ વર્ચ્યુઅલ થઈ હતી. આ બેઠક પૂરી થયા બાદ બિહાર સરકારના પ્રધાન સંજય ઝાએ એવું નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસે નીતિશ કુમારને સંયોજક બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ નીતીશ કુમારે એમ કહીને ના પાડી કે તેઓ ફક્ત કોંગ્રેસના અધ્યક્ષ જ બની રહેવા માંગે છે તેમને I.N.D.I.A એલાયન્સના સંયોજક નથી બનવું.
આ બેઠકનો મુખ્ય હેતુએ હતો કે હાલમાં I.N.D.I.A એલાયન્સમાં જેટલા પણ પક્ષો છે તે તમામ પક્ષો વચ્ચે કોઈને કોઈ બાબતે મતભેદો ચાલી રહ્યા છે ત્યારે આ બેઠક દ્વારા જો પણ પક્ષો I.N.D.I.A એલાયન્સમાં જોડાયા છે તે તમામ એક મંચ પર આવે અને સત્તામાં રહેલા પક્ષને હરાવવા માટે નીતિઓ ઘડી શકે તેમજ આ બેઠકમાં દરેક પક્ષને તેમની સીટો વેચી શકાય. જો કે કોંગ્રેસે હાજર પક્ષોને આવતીકાલથી શરૂ થઈ રહેલી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા માટે સહયોગ કરવાની અપીલ પણ આ બેઠકમાં કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં મમતા બેનરજી અને ઉદ્ધવ ઠાકરે સામેલ થયા ન હતા. હવે તેના વિશે સૂત્રો દ્વારા એવી સ્પષ્ટતા આપવામાં આવી રહી છે કે તેમના કેટલાક કાર્યક્રમો પહેલાથી જ નિર્ધારિત હતા તેથી તેઓ હાજર રહી શક્યા નહોતા. જો કે આ બેઠકમાં નીતિશ કુમાર, લાલુ યાદવ, મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, સ્ટાલિન સહિત ઘણા મોટા નેતાઓ હાજર રહ્યા હતા.
Taboola Feed