ટોપ ન્યૂઝનેશનલ

વીમાના પ્રીમિયમ પર જીએસટી ઘટાડવાની નીતિન ગડકરીએ સરકારને કરી માગણી

નવી દિલ્હી: સરકાર દ્વારા જીવન જરૂરીયાતની ઘણી વસ્તુઓ અને સેવાઓ પર ટેક્સ લાગાવવા કારણે સામાન્ય નાગરિકોને આર્થિક ફટકો પડ્યો છે, એવામાં કેન્દ્રીય પરિવહન અને હાઇવે પ્રધાન નીતિન ગડકરી(Nitin Gadkari) પ્રજાની વહારે આવ્યા છે, તેમણે નિર્મલા સીતારમણ(Nirmala Sitaraman)ને પત્ર લખીને લાઈફ ઈન્સ્યોરન્સ અને મેડીકલ ઈન્સ્યોરન્સના પ્રિમીયમ પરનો 18% ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) પાછો ખેંચવાની માંગ કરી છે.

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું કે GST એ જીવનની અનિશ્ચિતતાઓ પર ટેક્સ લાદવાની રકમ છે, જે આ સેક્ટરના વિકાસ પર પ્રતિકુળ અસર કરે છે. લાઈફ ઈન્સ્યોરન્સ અને મેડીકલ ઈન્સ્યોરન્સના પ્રિમીયમ પર 18 ટકા GST લાગે છે, જે દુર કરવો જોઈએ.

નીતિન ગડકરીએ નિર્મલા સીતારમણને લખ્યું કે તમારી સમક્ષ વિનંતી કરવામાં આવે છે કે લાઈફ ઈન્સ્યોરન્સ અને મેડીકલ ઈન્સ્યોરન્સના પ્રિમીયમ પર GST પાછો ખેંચવાના સૂચનને પ્રાથમિકતા આપો કારણ કે તે વરિષ્ઠ નાગરિકો માટે બોજારૂપ બની જાય છે.

આ પણ વાંચો : બજેટમાં કોઈ રાજ્યની અવગણના કરવામાં આવી નથી, વિપક્ષ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે: નિર્મલા સીતારમણ

ગડકરીએ પત્રમાં લખ્યું છે કે, “નાગપુર ડિવિઝનલ લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એમ્પ્લોઇઝ યુનિયન દ્વારા ઉઠાવવામાં આવેલો મુખ્ય મુદ્દો જીવન વીમા અને તબીબી વીમા પ્રિમીયમ પર GST દૂર કરવા સાથે સંબંધિત છે… એમ્પ્લોઇઝ યુનિયનનું માનવું છે કે જે વ્યક્તિ તેના પરિવારને સુરક્ષા પ્રદાન કરવા માટે જીવનની અનિશ્ચિતતાના જોખમને કવર કરે, તેના જોખમ સામે કવર ખરીદવા માટે ચૂકવવામાં આવતા પ્રીમિયમ પર ટેક્સ વસૂલવો જોઈએ નહીં…”

ગડકરીના જણાવ્યા મુજબ, કર્મચારીઓના યુનિયને વધુમાં જણાવ્યું હતું કે, “તે જ રીતે, મેડીકલ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પર 18% GST આ સેક્ટરનાના વિકાસમાં અવરોધરૂપ સાબિત થઈ રહ્યો છે, જ્યારે એ સામાજિક રીતે આવશ્યક છે… તેથી, કર્મચારી સંઘ GST પાછો ખેંચવા અપીલ કરે છે.”
નીતિન ગડકરીના જણાવ્યા અનુસાર, તેમની સાથેની મુલાકાત દરમિયાન, કર્મચારીઓના સંઘે જીવન વીમા દ્વારા કરવામાં આવતી બચતને અલગ અલગ રીતે જોવા, મેડીકલ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ માટે આવકવેરા કપાતની ફરી શરુ શરૂઆત અને જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓના એકીકરણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાવધાન, તમે તો નથી વાપરતા ને સ્કીન કેર માટે આ વસ્તુઓ? બોલિવૂડ સ્ટાર્સની પત્નીઓ પણ છે બિઝનેસ વુમન, રળે છે કરોડોની કમાણી બોલીવુડની આ અભિનેત્રીઓએ માંજરી આંખોથી કર્યા છે લાખો ફેન્સને ઘાયલ… પિંક હાઈ થાઈસ્લિટ ગાઉનમાં બાર્બી ડોલ બનીને એક્ટ્રેસે બિખેર્યો હુસ્નનો જાદુ, જોઈને બોલી ઉઠશો…