ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ
Video: ન્યૂઝીલેન્ડમાં 2025નું આતશબાજી સાથે સ્વાગત, ભારત પહેલા 41 દેશોમાં થશે ઉજવણી
નવી દિલ્હીઃ ભારતમાં વર્ષ 2025ની (Happy New Year 2025) શરૂઆત થવાને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે, જ્યારે વિશ્વના કેટલાક દેશોમાં તેની શરૂઆત થઈ ગઈ છે. અલગ અલગ ટાઈમ ઝોનના કારણે વિવિધ દેશોમાં અલગ અલગ સ્વાગત કરવામાં આવી રહ્યુ છે.
ન્યૂઝીલેન્ડમાં નવા વર્ષનું સ્વાગત આતશાબાજીથી કરવામાં આવ્યું હતું. ઑકલેન્ડમાં લોકોએ ફટાકડાં ફોડીને નવા વર્ષનો જશ્ન મનાવ્યો હતો. ભારત પહેલા ઈન્ડોનેશિયા, થાઇલેન્ડ અને મ્યાનમારમાં સેલિબ્રેશન કરવામાં આવશે. જે બાદ બાંગ્લાદેશ અને નેપાળનો નંબર આવશે. ભારત પહેલા વિશ્વના 41 દેશોમાં નવા વર્ષના વધામણા કરવામાં આવશે.
ઑસ્ટ્રેલિયામાં સિડની ઓપેરા હાઉસ ખાતે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. સિડની હાર્બરમાં પરંપરાગત ફટાકડા જોવા માટે લગભગ 10 લાખ લોકો એકઠા થયા હતા. નવા વર્ષ પર મેલબોર્નમાં યારા નદીના કિનારે જોરદાર આતિશબાજી કરવામાં આવી હતી.
Taboola Feed