અમદાવાદઆપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતને મળશે 11 નવા એરપોર્ટઃ ઈન્ટરસ્ટેટ એર કનેક્ટિવિટી ધંધામાં કરશે વૃદ્ધિ

અમદાવાદઃ રાજ્યમાં પર્યટનને વેગ આપવાની સાથે વેપારધંધા માટ પણ આસાની રહે તેવા આશયથી હવાઈ મુસાફરીની સુવિધાઓ વધારવામાં આવી રહી છે. આવા જ એક પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યમાં નવા 11 ગ્રીનફિલ્ડ એરપોર્ટ નિર્માણ કરવાની પ્રક્રિયામાં ગુજરાત સરકાર હોવાનું એક અહેવાલ દ્વારા જાણવા મળ્યું છે.

પાલિતાણા સહિત આ શહેરોને મળશે એરપોર્ટ

ગુજરાત સરકારે રાજ્યમાં 11 સ્થળોએ ગ્રીન ફિલ્ડ એરપોર્ટ વિકસાવવાનું કામ ઝડપી કર્યું છે. જેના માટે 2025-26ના બજેટમાંથી મોટી ફાળવણી કરવામાં આવી છે. ટોચના સરકારી સૂત્રોનું કહેવું છે કે અંકલેશ્વર, મોરબી, રાજપીપળા, બોટાદ, ધોરડો, રાજુલા, દાહોદ, ધોળાવીરા અને પાલિતાણા ખાતે ગ્રીનફિલ્ડ એરપોર્ટની વિચારણા કરવામાં આવી રહી છે.

રાજ્યના એક શહેરમાંથી બીજા શહેરમાં હરવાફરવા કે પછી કામધંધે જનારા લોકો સમયનો બચાવ અને સુવિધાઓ માટે હવાઈ મુસાફરી પસંદ કરી રહ્યા છે, આથી સરકાર નવી એર કનેક્ટિવિટી વિકસાવવા વિચારી રહી છે, આ માટે 300 કરોડ જેટલી રકમ ફળવાય તેવી શક્યતા પણ છે.

આ પણ વાંચો : અમદાવાદથી આબુ ટ્રેનમાં જવાનું વિચારતા હો તો વાંચી લો મહત્ત્વની માહિતી

સૂત્રોના જણાવ્યા અનુસાર તેમણે કહ્યું કે ભવિષ્યના બજેટમાં આ પ્રસ્તાવિત પ્રોજેક્ટ્સ માટે પર્યાપ્ત બજેટ ફાળવણી કરવામાં આવશે. અધિકારીઓએ સુરત, વડોદરા, ભાવનગર અને પોરબંદર એરપોર્ટના વિસ્તરણનો પણ સંકેત આપ્યો હતો. સરકાર કોર્પોરેશનોમાં સ્થિત તમામ એરપોર્ટ માટે વ્યાપક વિસ્તરણ યોજનાઓ તૈયાર કરી રહી છે. વડોદરા અને પોરબંદર એરપોર્ટનું ટૂંક સમયમાં વિસ્તરણ કરવામાં આવશે, તેવી માહિતી પણ સૂત્રો દ્વારા મળી છે. વડોદરા, ભાવનગર અને પોરબંદર એરપોર્ટ પર પણ વિશેષ સુવિધાઓની માગણી થઈ રહી છે. આથી આ એરપોર્ટના વિસ્તરણ અને આધુનિકીકરણનું કામ પણ થાય તેવી પૂરી શક્યતા છે. તેવી જ રીતે સુરતમાં એરપોર્ટ નજીક જમીનનો ટુકડો સંપાદિત કરવામાં આવી રહ્યો છે.

વડા પ્રધાનના જન્મસ્થળે પણ ઊભું કરાશે એરપોર્ટ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મસ્થળ વડનગરની વધતી જતી લોકપ્રિયતા અને અંબાજી મંદિરમાં શ્રદ્ધાળુઓની વધતી જતી ભીડને કારણે આ એરપોર્ટનું કામ ટૂંક સમયમાં શરૂ થાય તેવી શક્યતા છે. આ સાથે દ્વારકા ખાતે પણ હવાઈ સુવિધા ઊભી કરવાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે દ્વારકા અને વડનગર નજીકના ગ્રીનફિલ્ડ એરપોર્ટ માટે ફિઝિબિલિટી સ્ટેડ પૂર્ણ થઈ ગયો છે. ઉત્તર ગુજરાતની સ્થાનિક વસ્તી અને મુખ્ય સ્થળોની મુલાકાત લેતા પ્રવાસીઓને સેવા આપવા માટે વડનગર અને અંબાજી નજીક જમીન સંપાદન કરવાની પ્રક્રિયા શરૂ થશે, તેમ પણ સૂત્રોએ જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button