ઇન્ટરનેશનલટોપ ન્યૂઝનેશનલ

Nepal માં ફરી સત્તા પરિવર્તન, કે.પી.શર્મા ઓલીએ સરકાર રચવાનો દાવો કર્યો

કાઠમંડુ: નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ શુક્રવારે સંસદમાં વિશ્વાસ મત જીતવામાં નિષ્ફળ ગયા અને તે પછી ભૂતપૂર્વ વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ નવી સરકાર બનાવવાનો દાવો કર્યો. ગયા અઠવાડિયે, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ-યુનિફાઇડ માર્ક્સિસ્ટ લેનિનિસ્ટ (CPN-UML)એ સરકારને ટેકો પાછો ખેંચી લીધો હતો. આ ઘટનાક્રમ બાદ પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીના નેતૃત્વમાં નવી સરકારની રચનાનો માર્ગ મોકળો થયો છે.

258 સભ્યોએ મતદાનમાં ભાગ લીધો હતો

સીપીએન-યુએમએલ પ્રમુખ ઓલીએ શુક્રવારે રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલને 165 સાંસદોના સમર્થન સાથે નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. આ સાંસદોમાં તેમની પાર્ટીના 77 અને નેપાળી કોંગ્રેસના 88 સાંસદોનો સમાવેશ થાય છે. અગાઉ, દેશના 275 સભ્યોના પ્રતિનિધિ ગૃહમાં મતોના વિભાજન દરમિયાન, 69 વર્ષીય પ્રચંડને 63 મત મળ્યા હતા. જ્યારે વિશ્વાસ મતની વિરુદ્ધમાં 194 મત પડ્યા હતા. વિશ્વાસ મત મેળવવા માટે ઓછામાં ઓછા 138 મતની જરૂર હતી. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના 258 સભ્યોએ મતદાનમાં ભાગ લીધો હતો, જ્યારે એક સભ્ય ગેરહાજર રહ્યો હતો.

પ્રચંડની આગેવાની હેઠળની સરકારમાંથી સમર્થન પાછું ખેંચ્યું

નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટી-માઓઇસ્ટ સેન્ટર (CPN-MC)ના પ્રમુખ પ્રચંડ 25 ડિસેમ્બર, 2022 ના રોજ સત્તા સંભાળ્યા પછી ચાર વખત વિશ્વાસ મત જીતવામાં સફળ થયા હતા, પરંતુ આ વખતે તેઓ નિષ્ફળ રહ્યા હતા. આનાથી નેપાળી કોંગ્રેસ અને CPN-UML માટે નવી ગઠબંધન સરકાર બનાવવાનો માર્ગ મોકળો થયો. ભૂતપૂર્વ વડા પ્રધાન કેપી શર્મા ઓલીની આગેવાની હેઠળના સીપીએન-યુએમએલએ ગયા અઠવાડિયે ગૃહની સૌથી મોટી પાર્ટી નેપાળી કોંગ્રેસ સાથે સત્તા-વહેંચણી કરાર પર હસ્તાક્ષર કર્યા પછી પ્રચંડની આગેવાનીવાળી સરકારને સમર્થન પાછું ખેંચી લીધું હતું.

આ ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે

નેપાળી કોંગ્રેસના પ્રમુખ શેર બહાદુર દેઉબા પહેલાથી જ ઓલીને આગામી વડાપ્રધાન તરીકે સમર્થન આપી ચૂક્યા છે. દેઉબા અને ઓલીએ સોમવારે પ્રચંડની આગેવાની હેઠળની સરકારને હટાવવા અને નવી ગઠબંધન સરકાર બનાવવા માટે સાત મુદ્દાની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. કરાર મુજબ, ઓલી અને દેઉબા હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની બાકીની મુદત દરમિયાન રોટેશન દ્વારા વડા પ્રધાન પદ વહેંચશે. પ્રથમ તબક્કામાં ઓલી દોઢ વર્ષ માટે વડાપ્રધાન બનશે અને ત્યાર બાદ બાકીના સમયગાળા માટે દેઉબા વડાપ્રધાન રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…