Gujarat માં ભારે વરસાદથી અનેક જિલ્લામાં પૂરની સ્થિતિ, આર્મીના 360 જવાનો તૈનાત…

અમદાવાદ : ગુજરાત(Gujarat)પર ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ત્રણ દિવસમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ નિર્માણ પામી છે. જેમાં છેલ્લા 24 કલાકમાં દ્વારકા અને જામનગરમાં બારે મેઘ ખાંગા થયા છે. જામખંભાળિયા માં આખી રાત વરસાદ વરસ્યો હતો જ્યારે સવારે છ વાગે સુધી 18-5 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ખંભાળિયામાં પણ પૂર જેવી સ્થિતિ ઉભી થઈ છે.
આ પણ વાંચો : ગુજરાતમાં ભારે વરસાદને પગલે મુંબઈથી અમદાવાદની વધુ ટ્રેનો રદ, જાણી લો ટ્રેનની યાદી?
છ જિલ્લામાં આર્મીના 360 જવાનો તૈનાત
ગુજરાત છેલ્લા 72 કલાકમાં સરેરાશ 8 ઇંચ વરસાદ નોંધાયો છે. જેના પગલે રાજ્યમાં એનડીઆરએફની 14, એસડીઆરએફની 22 ટુકડીઓ અને છ જિલ્લામાં આર્મીના 360 જવાનો રાહત અને બચાવ કાર્યમાં જોડાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1696 લોકોને પૂરના પાણીથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ 23,871 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો : ગુજરાતમાં મેઘતાંડવ યથાવતઃ 245 તાલુકામાં વરસાદ વરસ્યો, 15 મોત
દ્વારકાના કલ્યાણપુરમાં પણ 10.5 ઇંચ વરસાદ
આ ઉપરાંત જામનગર શહેરમાં પણ સવારે છ વાગ્યા સુધીમાં 15. 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે જામજોધપુર અને લાલપુર તાલુકામાં 13 ઇંચ વરસાદ વરસ્યો છે. દ્વારકામાં વહેલી સવાર સુધીમાં 10 ઇંચ અને ભાણવડમાં 10.5ઇંચ વરસાદ ખાબક્યો હતો. દ્વારકાના કલ્યાણપુરમાં પણ 10.5 ઇંચ વરસાદ પડ્યો હતો.
જ્યારે પોરબંદરના રાણાવાવમાં પણ 12 ઇંચ વરસાદ સહિત તમામ તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે. જ્યારે જામનગરના કાલાવડ માં સવારે 6 સુધીમાં 11.5 ઇંચ વરસાદ પડ્યો છે.
ધોરાજી અને ઉપલેટાના બે ગામ સંપર્ક વિહોણા
રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચ અને લોધીકામાં પણ 10.5 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 250 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ પડ્યો છે. જ્યારે ભાદરનું પાણી છોડાતા ધોરાજી અને ઉપલેટાના બે ગામ સંપર્ક વિહોણા બન્યા છે.
આ ઉપરાંત વડોદરા શહેર અને જિલ્લામાં ભારે વરસાદના પગલે પૂરની સ્થિતિ સર્જાઇ હતી. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા 700 થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામ આવ્યા હતા. જ્યારે હજારો પરિવારને પાણી ભરાવવાના લીધે ઘરમાં જ રહેવાની ફરજ પડી છે.