ટોપ ન્યૂઝ

નૌકાદળનું હાઈ જોશ: જમ્બો યુદ્ધ જહાજમાંથી કર્યું પરીક્ષણ, મેળવી મોટી સિદ્ધિ

નવી દિલ્હી: ભારતીય નૌકાદળના નવા સ્વદેશી ગાઇડેડ મિસાઇલ વિનાશક ઇમ્ફાલે દરિયામાં તેના પ્રથમ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. આ નૌકાદળની સૌથી મોટી સિદ્ધિ છે, કારણ કે અત્યાર સુધીમાં કોઈ યુદ્ધ જહાજ દ્વારા આવું કોઈ પરીક્ષણ કરવામાં આવ્યું નથી. મિસાઈલના લોંચ કર્યા પછી 90 ડિગ્રીએ ફરીને ટાર્ગેટ ખતમ કર્યો હતો.

ભારતમાં આ પહેલી વખત એવું બન્યું છે કે જ્યારે નૌકાદળે કાર્યક્ષમ થતા પહેલા જહાજમાંથી વિસ્તૃત રેન્જ બ્રહ્મોસ મિસાઈલનું પરીક્ષણ કર્યું છે.

નૌકાદળના પ્રવક્તાના જણાવ્યા અનુસાર કમિશનિંગ પહેલાં યુદ્ધ જહાજમાંથી વિસ્તૃત રેન્જની બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું આ પ્રથમ પરીક્ષણ છે, જે લડાયક તૈયારી તેમ જ ભારતની વધતી જતી જહાજનિર્માણની ક્ષમતા પર ભારતીય નૌકાદળને વધુ સક્ષમ બનાવશે. બ્રહ્મોસ મિસાઈલે અપેક્ષા મુજબ 90 ડિગ્રી ટર્ન લઇને ઘુમવાની પોતાની ક્ષમતા દર્શાવી હતી. આ જહાજ આ વર્ષે 20 ઓક્ટોબરે મુંબઈના મઝગાંવ શિપબિલ્ડર્સ દ્વારા ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ-15બી ક્લાસ સ્ટેલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયરના ચાર જહાજમાંથી આ ત્રીજું યુદ્ધ જહાજ છે. ટૂંક સમયમાં તેને નૌકાદળના કાફલામાં સામેલ કરવાથી ભારતની દરિયાઈ શક્તિમાં વધારો થશે.

ઇમ્ફાલ, પ્રોજેક્ટ 15B હેઠળ બનાવવામાં આવેલ ત્રીજું યુદ્ધ જહાજ છે. આ વર્ષે 28 એપ્રિલના રોજ દરિયાઇ અજમાયશ માટે સૌપ્રથમ લૉન્ચ કરવામાં આવ્યું હતું.

આઈએનએસ ઇમ્ફાલ વિશાખાપટ્ટનમ વર્ગના સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ વિનાશકનું ત્રીજું જહાજ, મઝગાંવ ડોક લિમિટેડ (MDL) ખાતે બાંધવામાં આવી રહ્યું છે. જહાજના નિર્માણ માટેનું શિલારોપણ 19 મે, 2017ના રોજ કર્યું હતું. તે ભારતીય નૌકાદળનું પહેલું જહાજ છે જેનું નામ ઉત્તર-પૂર્વ ભારતના કોઈ શહેર પરથી રાખવામાં આવ્યું છે.

નૌકાદળના જણાવ્યા અનુસાર ઇમ્ફાલ રડારથી બચવા માટે સક્ષમ યુદ્ધ જહાજ, ઘણી અનન્ય તકનીકો અને ઉચ્ચ સ્વદેશી સામગ્રીથી સજ્જ છે. તેને નેવલ વોરશિપ ડિઝાઈન બ્યુરો દ્વારા અંદરથી ડિઝાઇન કરવામાં આવી છે. ઇમ્ફાલને અત્યાર સુધીનું સૌથી મોટું અને સૌથી અદ્યતન વિનાશક યુદ્ધ જહાજ તરીકેનું ગૌરવ મળશે. યુદ્ધ જહાજ ઇમ્ફાલ રાષ્ટ્રીય સુરક્ષાના દૃષ્ટિકોણથી ઉત્તર-પૂર્વીય ક્ષેત્ર અને મણિપુર રાજ્ય માટે મહત્વપૂર્ણ રહેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button