નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ધન્વંતરી જયંતિ અને 9મા આયુર્વેદ દિવસ પર દેશને મોટી ભેટ આપી છે. મંગળવારે, તેમણે 12,850 કરોડ રૂપિયાથી વધુના ખર્ચના સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે સંબંધિત અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થા (AIIA) દ્વારા પીએમ મોદીનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આયુર્વેદ પ્રત્યે વૈશ્વિક આકર્ષણ વધી રહ્યું છે. આજે વિશ્વના 150 થી વધુ દેશોમાં આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જે આપણે માટે ગર્વ લેવા જેવી વાત છે. પીએમ મોદીએ આરોગ્ય સુવિધાઓને સુધારવા માટે ડિજિટલાઇઝેશનને પણ પ્રોત્સાહન આપ્યું હતું અને યુ-વિન પોર્ટલ શરૂ કર્યું હતું, જે સગર્ભા સ્ત્રીઓ અને બાળકોની રસીકરણ પ્રક્રિયાને ડિજિટલ કરે છે. U-WIN પોર્ટલ દ્વારા જન્મથી 17 વર્ષ સુધીના બાળકોના રસીકરણનો કાયમી ડિજિટલ રેકોર્ડ જાળવવામાં આવશે.
‘U-WIN’ પોર્ટલ ઇલેક્ટ્રોનિક નોંધણી અને નિયમિત રસીકરણના રેકોર્ડ રાખવા માટે વિકસાવવામાં આવ્યું છે. આ પોર્ટલ હાલમાં પાયલોટ પ્રોજેક્ટના આધારે ચલાવવામાં આવી રહ્યું હતું. હવે તેનો રાષ્ટ્રીય સ્તરે અમલ કરવામાં આવ્યો છે. U-WIN પોર્ટલ Co-WIN ની જેમ કામ કરશે. કોરોના રોગચાળા સમયે Co-WIN પોર્ટલ ઘણું ઉપયોગી બન્યું હતું. Co-WIN ની જેમ જ હવે U-WIN પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે, જેમાં રસીકરણની નોંધ ઓનલાઇન જાળવવામાં આવશે. રસીકરણના દરેક પગલાને ડિજિટલ રીતે રેકોર્ડ કરવામાં આવશે. એવા 12 રોગો જેને રસી દ્વારા અટકાવી શકાય છે તેને નોંધ રાખવામાં આવશે. આ રોગોની રસીની મદદથી દર વર્ષે સગર્ભા સ્ત્રીઓ અને શિશુઓને ફાયદો થશે. U-WIN પોર્ટલ ઉદ્દેશ્ય ભારતમાંથી ‘ઝીરો-ડોઝ બાળકો’ની સંખ્યા (એવા બાળકો જેમણે નિયમિત રસી લીધી નથી) ને ઘટાડવાનો છે.
U-WIN પોર્ટલ Co-WIN પોર્ટલની જેમ જ કામ કરશે. તે રસીકરણ કરવાના હોય એવા બાળકોની યાદી તૈયાર કરશે અને બાળકોના માતાપિતાને મેસેજ મોકલશે, જેમાં રસીકરણની તારીખ અને નજીકના આરોગ્ય કેન્દ્રની વિગતો હશે, જ્યાંથઈ તેઓ રસી મેળવી શકશે.
આ પોર્ટલ લોન્ટ ઉપરાંત પીએમ મોદીએ લોકોને ધનતેરસનો તહેવાર અને ભગવાન ધન્વંતરીની જન્મજયંતિની શુભેચ્છા આપી હતી. 500 વર્ષ પછી એવી દિવાળી આવી છે જ્યારે રામલલ્લાના મંદિરમાં હજારો દિવા પ્રગટાવીને ઇદભૂત ઉજવણી કરવામાં આવશે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
Taboola Feed