Narendra Modi એ શપથ પૂર્વે મહાત્મા ગાંધી અને અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પી

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)આજે ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લેવા જઈ રહ્યા છે. શપથ ગ્રહણ સમારોહ પૂર્વે તેઓ આજે સવારે રાજઘાટ પહોંચ્યા અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને(Mahatma Gandhi)નમન કર્યા હતા. તેમજ દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને પણ શ્રદ્ધાંજલિ અર્પી હતી.
મંત્રી મંડળનું કદ પણ અગાઉ કરતા વધારે હશે
નરેન્દ્ર મોદી રવિવારે સાંજે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. આ વખતે તેઓ સૌથી મોટી મંત્રી પરિષદ સાથે શપથ લઈ શકે છે. લગભગ 60 મંત્રીઓ તેમાં ભાગ લે તેવી શક્યતા છે. નવા મંત્રી મંડળમાં કયા નામોને સ્થાન મળશે તેની રાહ જોવાઈ રહી છે. નરેન્દ્ર મોદી રવિવારે સાંજે 7.15 કલાકે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. આ વખતે ભાજપ પાસે પોતાની બહુમતી નથી અને ગઠબંધનની બહુમતી સાથે સરકાર બનાવી રહી છે, તેથી આ વખતે સરકારમાં સાથી પક્ષોની સંખ્યા જ નહીં પરંતુ મંત્રી મંડળનું કદ પણ અગાઉ કરતા વધારે હશે.
Read This…વારાણસીમાં આ ખાસ વોટિંગ પેટર્નનો ફટકો પડ્યો PM Narendra Modi અને બસપાને?
સમારોહમાં સાત દેશોના વડાઓ હાજર રહેશે
મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સાત દેશોના વડાઓ હાજર રહેશે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, માલદીવના રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ મુઇઝુ, સેશેલ્સના ઉપરાષ્ટ્રપતિ અહેમદ અફિક, બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના, મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જુગનાથ, નેપાળના પીએમ પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ અને ભૂટાનના વડા પ્રધાન શેરિંગ તોબગેને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે.
G-20ની તર્જ પર સુરક્ષા વ્યવસ્થા
રવિવારે સાંજે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા શપથ ગ્રહણ સમારોહમાં ભારત અને વિદેશના ઘણા મહેમાનો હાજરી આપશે. તેને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે G-20ની તર્જ પર સુરક્ષા વ્યવસ્થા કરી છે. દિલ્હી એરપોર્ટથી હોટલ જ્યાં વિદેશી મહેમાનો રોકાય છે અને ત્યાંથી રાષ્ટ્રપતિ ભવન સુધીના રૂટ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે.