આમચી મુંબઈટોપ ન્યૂઝ

પંદર દિવસમાં બીજી વાર ડિંડોશીની ટેકરી પર લાગી આગઃ અકસ્માત કે પછી…

મુંબઇઃ મુંબઈના મલાડ નજીક આવેલા આશરે એક થી દોઢ ચોરસ કિલોમીટરના દિંડોશી જંગલ વિસ્તારમાં પંદર દિવસમાં બીજીવાર રહસ્યમય રીતે આગ લાગવાનો બનાવ બન્યો છે. આ આગનો વિડીયો શેર કરીને પર્યાવરણવાદીઓએ ઇકો સેન્સિટિવ વિસ્તારમાં વારંવાર લાગતી આગ પર સવાલ ઊભા કર્યા છે. તેમણે એવો આક્ષેપ પણ કર્યો છે કે ખાનગી ડેવલપરો દ્વારા જાણીબુજીને આ આગ લગાવવામાં આવી છે.

આ પણ વાંચો : Best Accidents: છેલ્લાં પાંચ વર્ષના બસ અકસ્માતમાં કેટલા લોકોએ ગુમાવ્યાં જીવ, જાણો?

સોમવારે રાત્રે દિંડોશી ટેકરીઓના વિસ્તારમાં આગ ફાટી નીકળી હતી. છેલ્લા 15 દિવસમાં આગની અહીં આગની આ બીજી ઘટના છે. મુંબઈ અગ્નિશમન દળે જણાવ્યું હતું કે ગોરેગાંવ ફિલ્મ સિટીની બાજુમાં આવેલા વિસ્તારમાં સોમવારે રાત્રે 8:30 વાગ્યાની આસપાસ આગ લાગી હોવાની તેમને જાણ થઈ હતી. સદભાગ્યે આગ થોડા વિસ્તાર સુધી જ સિમીત હતી અને તેમણે આગ ઓલવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા.

દરમિયાન પર્યાવરણવાદીઓ મુંબઈના ઘટતા જતા ગ્રીન કવર ને બચાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. પર્યાવરણવાદીઓ આ ઇકોસન્સિટીવ ઝોનમાં વારંવાર લાગતી આ પર સવાલ ઉઠાવી રહ્યા છે અને દાવો કરી રહ્યા છે કે આ ખાનગી ડેવલપરનું કૃત્ય છે, કારણ કે તે અહીંનો જંગલ વિસ્તારને સાફ કરીને મોટી ઇમારતો ઊભી કરવા માંગે છે અને આ માટે તેઓ જાણીબુઝીને આગ લગાવી રહ્યા છે. રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ માટે જંગલની જમીનનો વ્યવસ્થિત રીતે નાશ કરવામાં આવી રહ્યો છે.

બે અઠવાડિયા પહેલા જ દિંડોશીનો નાનકડો જંગલ વિસ્તાર રાતના સમયે રહસ્યમય રીતે આગની લપેટમાં આવી ગયો હતો જેને બુઝાવવા માટે અગ્નિશમન દળે ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો. તે સમયે એમ જણાવવામાં આવ્યું હતું કે કોઈ વ્યક્તિએ બેદરકાર વ્યક્તિએ ધ્રુમપાન કરીને સિગારેટ, બીડીનું ઠુંઠું નાંખી દીધું હશે જેનાથી આગ લાગી હોઇ શકે છે આ આગમાં ઘાસ, ઝાડી ઝાંખરા, સૂકા પાંદડા બધું જ બળી ગયું હતું.

આ પણ વાંચો : થાણેની હોટેલમાં આગ: ગૂંગળામણથી બિલાડીનું મૃત્યુ

નોંધનીય છે કે દિંડોશી વિસ્તારમાં આવેલા આ નાનકડા જંગલ જેવા વિસ્તારમાં પહોંચવા માટે કોઈ વ્યવસ્થિત રસ્તો ન હોવાથી ત્યાં પહોંચવા માટે ટેકરી પર ચડીને જવું પડે છે, જેમાં 15 20 મિનિટનો સમય સહેજે લાગી જાય છે. કોઇ વ્યવસ્થિત રસ્તો ના હોવાથી અગ્નિશમન દળોને પણ આગના સમયે ત્યાં પહોંચવાનું મુશ્કેલ બને છે, જેને કારણે આગ વધુ ફેલાઇ જાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button