ટોપ ન્યૂઝસ્પેશિયલ ફિચર્સ

મોન્સૂન ખાલી વરસાદ નહીં, બીજું ઘણું બધું પણ લાવે છે પોતાની સાથે…

છેલ્લાં બે દિવસથી મુંબઈ સહિત રાજ્યભરમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. આ વખતે તો મે મહિનામાં જ મોન્સૂનનું આગમન થઈ ચૂક્યું છે. મુંબઈ, દિલ્હી સહિત પ્રિ-મોન્સુન વરસાદ જોઈને જ લોકો ચોંકી ઉઠ્યા છે. મોન્સૂન ભલે કાળઝાળ ગરમીમાંથી રાહત અપાવે છે, પણ એની સાથે સાથે જ તે ઢગલો બીમારીઓ પણ લઈને આવે છે.

પાણી ભરાવવાને કારણે, નદી, નાળા ઉભરાવવાથી બેક્ટેરિયા પણ ઉત્પન્ન થાય છે, જેને કારણે જ ચોમાસાને બીમારીઓની ઋતુ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે અમે તમને અહીં કેટલીક એવી બીમારીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેને કારણે તમે મોન્સૂનમાં થતી બીમારીઓમાંથી મુક્તિ મળી શકે છે.

આપણ વાંચો: આજે પણ મુંબઈમાં ભારે વરસાદઃ દક્ષિણ મુંબઈમાં એક કલાકમાં ચાર ઈંચ…

શરદી અને ફ્લ્યુઃ

This home remedy is more effective than medicine for dry cough

આ સિઝનમાં ભેજને કારણે એર કંડિશનની જરૂર પડે છે અને બહાર નીકળતા જ તડકો અને ગરમી પણ જોવા મળે છે. તાપમાનમાં જોવા મળતાં આ ચઢાવ ઉતારને કારણે સર્દી અને ફ્લ્યુ થવાની શક્યકા વધી જાય છે.

⦁ શું છે શરદી અને ફ્લ્યુના લક્ષણોઃ
વાત કરીએ શરદી અને ફ્લ્યુના લક્ષણની વાત કરીએ તો તેના સામાન્ય લક્ષણોમાં ખાંસી, રનિંગ નોઝ, સાઈનસાઈટિ, અને બોડી પેઈન જેવા લક્ષણો જોવા મળે છે. આ સિવાય અમુક કિસ્સામાં શ્વાસ લેવામાં સમસ્યાની ફરિયાદ પણ જોવા મળી શકે છે.

કઈ રીતે બચી શકો છોઃ
આનાથી બચવા માટે તમારે હંમેશા એક જેવા વાતાવરણમાં રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. વિટામીન સીથી ભરપૂર ભોજન કરવું જોઈએ. ઠંડી વસ્તુઓ ખાવાથી બચવું જોઈએ. સ્ટીમ લો અને તાજું બનાવેલું ભોજન જ કરો.

હેપેટાઈટિસ એઃ

ચોમાસાના દિવસોમાં હેપેટાઈટિસ એ થવાનું શક્યતા વધી જાય છે. આ એક પ્રકારનું વાઈરલ ઈન્ફેક્શન છે જે લિવરને અફેક્ટ કરે છે.
શું છે હેપેટાઈટિસ એના લક્ષણોઃ
હેપેટાઈટિસ એના લક્ષણોની વાત કરીએ તો તેમાં તાવ, નબળાઈ, ઉલ્ટી અને કમળા વગેરેનો સમાવેશ થાય છે.
કઈ રીતે બચી શકો છોઃ
આનાથી બચવા માટે તમારે તાજું ભોજન ખાવું જોઈએ. બગડી ગયેલાં અને વાસી અનાજનું સેવન ના કરવું જોઈએ. પાણી ઉકાળીને કે ફિલ્ટર કરીને જ પીવાનું રાખો. શુદ્ધ પાણી પીવો. બહારનું ખાવાનું ટાળો.

ડેંગ્યુઃ

મોન્સુનમાં ડેંગ્યુની બીમારી ખૂબ જ ઝડપથી ફેલાય છે. જે એક મચ્છરથી ફેલાતી બીમારી છે. આ એક પ્રકારનું વાઈરલ ઈન્ફેક્શન છે, જેનેી અસર લિવર પર જોવા મળે છે.

શું છે ડેંગ્યુના લક્ષણોઃ
ડેંગ્યુના લક્ષણોની વાત કરીએ તો તેના મુખ્ય લક્ષણોમાં વધારે પડતો તાવ, માથાનો દુઃખાવો, જોઈન્ટ્સ અને માંસપેશીઓમાં દુઃખાવો વગેરે જોવા મળે છે. ગંભીર સ્થિતિમાં ડેંગ્યુ બ્લડલોસમાં ડેંગ્યુ શોક સિન્ડ્રોમનું કારણ બની શકે છે.

⦁ કઈ રીતે બચી શકો છોઃ
ઘરની આસપાસમાં પાણી ના જમા થવા દો. કુંડામાં કે કોઈ બીજી જગ્યાઓને સાફ રાખો, જેથી મચ્છરોની ઉત્પત્તિ ના થાય. પાણીને બદલતા રહો. મચ્છરદાનીનો ઉપયોગ કરો. બહાર નીકળતી વખતે મચ્છરોને દૂર રાખતી ક્રીમ કે રેપેલેન્ટ લગાવો. આખા શરીરને એમાં પણ ખાસ કરીને પગને ઢાંકીને રાખો.

મલેરિયાઃ

મલેરિયા પ્લાસ્મોડિયમ પરજીવીને કારણે થાય છે. આ સંક્રમિત માદા એનોફિલીજ મચ્છરોથી માણસોમાં ફેલાય છે.

શું છે મલેરિયાના લક્ષણોઃ
મલેરિયા થાય ત્યારે તાવ, ઠંડી લાગવા, માથાનો દુઃથાવો અને બોડી પેન જેવા લક્ષણોનો સમાવેશ થાય છે.

કઈ રીતે બચી શકો છોઃ
મલેરિયાથી કઈ રકીતે બચી શકાય એની વાત કરીએ તો મચ્છરોથી દૂર રહો. પૂરા અને સુતરાઉ કપડાં પહેરવાનું રાખો. ક્યાંય પણ વરસાદનું પાણી ના જમા થવા દો. જ્યાં મલેરિયા થવાની શક્યતા હોય એવા સ્થાને જવાથી બચો.

ચિકનગુનિયાઃ

ચિકનગુનુયા પણ ચોમાસામાં જોવા મળતું કે થતું એક વાઈરલ ઈન્ફેક્શન છે. જે એડિઝ મચ્છરથી ફેલાય છે. ચિકનગુનિયા ચોમાસામાંથી સૌથી વધુ ફેલાય છે.

શું છે ચિકનગુનિયાના લક્ષણોઃ
ચિકનગુનિયાના લક્ષણોની વાત કરીએ તે બાકીની સમસ્યાની જેમ ચિકનગુનિયામાં પણ તાવ આવવો, જોઈન્ટ્સ પેઈન થવા માથાનો દુઃખાવો, થાક અને શરીર પર ફોડલીઓ જેવી સમસ્યા જોવા મળી શકે છે.

કઈ રીતે બચી શકો છોઃ
ચિકનગુનિયાથી બચવાના ઉપાય વિશે વાત કરીએ તો મચ્છરોથી દૂર રહો. સાંજે પાર્કમાં કે મચ્છર હોય એવી જગ્યાએ જવાનું ટાળો. બારી-બારણા બંધ રાખો. ફૂલ કપડાંથી પોતાની જાતને કવર કરી લો.

કોલેરાઃ

પાણીથી ફેલાતી એક બીમારી છે કોલેરા. આ બીમારીનું નામ સાંભળીને જ લોકો ગભરાઈ જાય છે. દૂષિત પાણી પીવાથી કોલેરાની બીમારી થાય છે.

શું છે કોલેરાના લક્ષણોઃ
કોલેરા થતાં શું લક્ષણો જોવા મળે છે એની વાત કરીએ તો આ બીમારીમાં ઉલટી થવી ઝાડા થવા, ચક્કર આવવા કે નબળાઈ જેવા લક્ષણો જોવા મળે છે.

કઈ રીતે બચી શકો છોઃ
હંમેશા ઉકાળેલું પાણી પીવાનું રાખો. તમે જે પાણી પીવો છો એ શુદ્ધ અને સાફ સૂથરું હોવું જોઈએ. ચોમાસામાં બહારનું ખાવાનું ટાળો.

ટાઈફોઈડઃ

ટાઈફોઈડ તાવ સાલ્મોનેલા ટાઈફી બેક્ટેરિયાને કારણે થાય છે. આ એક બેક્ટેરિયલ ઈન્ફેક્શન છે જે બાળકોને ઝડપથી સકંજામાં લઈ લે છે. બગડેલું ભોજન અને દૂષિત પાણી પીવાથી આ સમસ્યા સતાવે છે.

શું છે ટાઈફોઈડના લક્ષણોઃ
ટાઈફોઈડનું લક્ષણોની વાત કરીએ તો તેના મુખ્ય લક્ષણોમાં તાવ, માથાનો દુઃખાવો, પેટમાં દુઃખાવો અને નબળાઈ જેવા લક્ષણો જોવા મળી શકે છે.

કઈ રીતે બચી શકો છોઃ
કંઈ પણ ખાવાથી પહેલાં હાથને સાફ ધોઈ લો. બરાબર પકાવેલું ખાવાનું ખાવ. કાચ્ચુ પાક્કુ ખાવાથી બચો. સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખો. પાણી સાફ અને ઉકાળીને પીવો. બાળકોનું વેક્સિનેશન કરાવો.

સ્કિન એલર્જી અને ઈન્ફેક્શનઃ

ચોમાસામાં ફંગલ ઈન્ફેક્શન અને સ્કિન ઈન્ફેક્શન થવાનું જોખન વધી જાય છે. ઈમ્યુનિટી સિસ્ટમ નબળી હોવાને કારણે ઝડપથી એલર્જીનો શિકાર બની શકે છે. એમાં પણ ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓને સંભાળીને રહેવું જોઈએ.

શું છે સ્કિન એલર્જી અને ઈન્ફેક્શનના લક્ષણોઃ
સ્કિનની એલર્જી, બોડી પર ચાંઠ્ઠા, ફંગસ, યીસ્ટ, બેક્ટેરિયાથી ઈન્ફેક્શન થઈ શકે છે.

કઈ રીતે બચી શકો છોઃ
આ સમયે ત્વચાને સૂકી રાખવાનો પ્રયાસ કરો. આ સમયે ઢીલા કપડાં પહેરવાનો પ્રયાસ કરો. શરીરને સાફ-સૂથરું રાખો. એન્ટીફંગલ ક્રીમ અને ડસ્ટિંગ પાઉડરનો ઉપયોગ કરી શકો છો.

    દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
    Back to top button