ટોપ ન્યૂઝનેશનલ

‘મોદીએ દેશના ભાગલા પાડ્યા’, રેલીમાં ટાવર પર ચડી ગયેલી યુવતીએ વડા પ્રધાન પર પ્રહાર કર્યા

સિકંદરાબાદ: તેલંગાણાના સિકંદરાબાદમાં શનિવારે 11 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી દરમિયાન એક યુવતી લાઇટ ટાવર પર ચઢી ગઈ હતી. યુવતીને સમજાવવા માટે, વડા પ્રધાન મોદીએ તેનું ભાષણ બંધ કરી દીધું અને યુવતી નીચે ઉતરવા માટે અપીલ કરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો. યુવતીએ મીડિયા સાથે વાત કરતા ‘વિભાજનકારી રાજનીતિ’ કરવા બદલ વડા પ્રધાન મોદીની ટીકા કરી હતી. યુવતીએ વડા પ્રધાન પર દેશને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો.

વડાપ્રધાન વારંવાર યુવતીને ટાવર પરથી નીચે આવવાની અપીલ કરી રહ્યા હતા તે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં વડા પ્રધાન યુવતીને કહેતા જોવા મળે છે, ‘દીકરા, હું તારી વાત સાંભળીશ. મહેરબાની કરીને કરીને નીચે આવી જા. આ યોગ્ય નથી. હું તમારા માટે જ આવ્યો છું.’

ટાવર પરથી નીચે આવ્યા બાદ યુવતીએ મીડિયાને વાત કરતા વડા પ્રધાન મોદી પર પ્રહારો કર્યા. તેમણે વડાપ્રધાન મોદી પર દેશને ગેરમાર્ગે દોરવાનો અને ધર્મ અને જાતિના નામે લોકોને વહેંચવાનો આરોપ લગાવ્યો. યુવતીએ કહ્યું કે, મોદીના સત્તામાં આવ્યા પછી, લોકોને ધર્મ અને જાતિના નામે વિભાજિત કરવામાં આવી રહ્યા છે અને ઉશ્કેરવામાં આવી રહ્યા છે. દરરોજ હત્યા અને બળાત્કારની ઘટનાઓ બની રહી છે અને સરકાર કોઈ પગલાં લેતી નથી. મોદી શાસનમાં, તમામ સરકારી ક્ષેત્રોનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં મારા જેવા ગરીબ લોકો માટે કોઈ જગ્યા નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button