આપણું ગુજરાતટોપ ન્યૂઝ

મોદી 41 કલાક ગુજરાતમાં: તમે જે જાણવા માંગો છો તે બધુ જ અહીં…

વડાપ્રધાન મોદી પોતાના ત્રીજા કાર્યકાળ બાદ પહેલી વખત ગુજરાત આવી પહોચ્યા છે. વડાપ્રધાન પોતાના ગૃહ રાજયમાં આવ્યા હોય અને કોઈ નવા-જૂની ના કરે તો જ નવાઈ. આગામી સમયમાં એ બધુ જ થશે જેની ચર્ચા વડાપ્રધાન મોદી આ બે દિવસમાં રાજભવનના રોકાણ દરમિયાન કરશે.

મંત્રી મંડળનું વિસ્તરણ-સંગઠન અને સરકાર

ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે.સંભવત; હવે વડાપ્રધાન મોદી ચૂંટણી પહેલા ગુજરાત નહીં આવે. ( અપવાદ 31 ઓક્ટોબર – એકતા દિવસ -સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતી ) એટલે સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઈને ભાજપના સંગઠનમાં કેવા બદલાવ અને કોની શી ભૂમિકા પર વડાપ્રધાન ચર્ચા કરી શકે છે.

આ ઉપરાંત લોકસભા 2024ની ચૂંટણી વખતે ક્ષત્રિય સમાજનો રોષ જે આવનારી ચૂંટણીમાં કેવી વિપરીત અસર પાડી શકે ઉપરાંત આ વસ્તુને કેવી રીતે ડેમેજ કંટ્રોલ કરી શકાય તે અંગે પણ સિનિયર આગેવાનો અને ધારાસભ્યોએ મંત્રીઓને માર્ગદર્શન આપશે. બીજી વાત પ્રદેશ પ્રમુખની. હાલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટિલ યથાવત છે.

આપણ વાંચો: Jammu Kashmir: વડાપ્રધાન મોદી આજે ડોડામાં જનસભાને સંબોધિત કરશે, જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા

પાટિલ કેન્દ્ર સરકારમાં જલસંસાધન મંત્રી પણ છે. શક્ય છે કે,પાટિલના ઉત્તરાધિકારી અંગે પણ વિશદ ચર્ચા થાય. જો કે રાજનીતિક સમીક્ષકો માને છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા નવા પ્રદેશ અધ્યક્ષ માટે આ ચઢાણ કપરા હશે. છતાં પણ દિવાળી આસપાસ મંત્રી મંડળના વિસ્તરણ સાથે નવા પ્રદેશ પ્રમુખ અંગે પણ કોઈ નિર્ણય લેવાઈ જાય.

ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સરકારે હજુ ત્રણ દિવસ પહેલા જ બે વર્ષ પૂર્ણ કર્યા છે. અત્યારે મંત્રીમંડળમાં 17 સદસ્ય છે. એક કરતાં વધુ મંત્રીઓ પાસે વિભાગો પણ વધારે છે.આવા સંજોગોમાં,જ્યારે સભ્ય સંખ્યા 24 વધુમાં વધુ હોવી જોઈએ તે માટે હવે વિસ્તરણ અનિવાર્ય છે.

રૂપાણી સરકારના કેટલાક સિનિયર્સ પણ વિસ્તરણમાં પોતાનો નંબર લાગવાની રાહ જોઈ રહ્યા છે તો કોંગ્રેસમાથી ભાજપમાં આવેલા અને પેટા ચૂંટણીમા જીતેલા અર્જુન મોઢવાડિયા અને સી જે ચાવડા પણ પોતાની લાલ-લાઇટ વાળી ગાડીની ફિરાકમાં છે.

આપણ વાંચો: વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં ચોથા ગ્લોબલ RE-INVEST એક્સ્પો -2024નો કરાવશે આરંભ

એટલે મંત્રી મંડળનું વિસ્તરણ અને સંભવિત નવા મંત્રીઓ અને વિભાગોની ફાળવણી પણ વડાપ્રધાનની સૂચનાનુસાર જ થશે. વડાપ્રધાનની આ મુલાકાત પહેલા જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગુજરાત અંગે દિલ્લી જઈને વડાપ્રધાન મોદી સાથે ચર્ચા કરી આવ્યા છે. એટલે કેટલીક ઔપચારિકતા જ બાકી છે.જે વડાપ્રધાન મોદી રૂબરૂ તાગ કાઢીને નિવેડો લાવશે.

સામાજિક સંદર્ભની ઊંડાણપૂર્વ ચર્ચા

વડોદરામાં ઓગસ્ટના ચોથા અઠવાડિયામાં આવેલા ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતી બાદ,નાગરિકોના રોષનો ભોગ નેતાઓએ બનવું પડ્યું. મહાપાલિકાની અણઘડ નીતિ અને કેટલીક ઉડીને આંખે વળગેલી બેદરકારીના કારણે ભાજપની છબીને બટ્ટો લાગી ગયો. સોશિયલ મીડિયામાં ચો-તરફ ટિપ્પણીઓ થઈ.

ઉપરાંત, સુરતમાં સામાજિક સૌહાર્દને લાંછન લગાડતી સૈયદપુરાની ઘટના સહિત રાજ્યના વાતાવરણમાં ભાજપ પ્રત્યેની નારાજગી એક ચિંતાનો વિષય છે. વડાપ્રધાન મોદી રાજભવનમાં બંને દિવસ દરમિયાનની બેઠકમાં કેટલાક નેતાઓના રીતસર ક્લાસ લેશે, અને સામાજિક સૌહાર્દ સાથે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી પર ચર્ચા કરી શકે છે.

આમ ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી કોઈ એવા સતત ભાગદોડના કાર્યક્રમોમાં વ્યસ્ત નથી એ જ દર્શાવે છે કે,રાજભવનના રોકાણ દરમિયાન વિવિધ મુદ્દાઓ પર કતારબંધ બેઠકો અને મુલાકાત રહેશે.

Show More

Related Articles

Back to top button
આ એક્ટ્રેસ છે એટલી પૈસાદાર કે ખરીદી શકે છે શાહરુખના મન્નત જેવા 23 બંગલા… પુત્રવધુને સન્માન આપતા નીતા અંબાણી પાસેથી શીખો ભાદરવાની પૂર્ણિમા પર કરો આ કામ, ખુલી જશે ધનના માર્ગ આજે શ્રીહરિ બદલશે પાસું, આ ચાર રાશિના જાતકો માટે શરૂ થશે Golden Period…