MLC Election NDA VS MVA: મહાયુતિના તમામ ઉમેદવાર જીત્યા
ક્રોગ્રેસના વિધાનસભ્યોએ ક્રોસ વોટિંગ કરતા શરદ પવારને ઝટકો

મુંબઈઃ રાજ્યની વિધાન પરિષદની ચૂંટણી (Maharashtra MLC Election)ને લઈ મહારાષ્ટ્રના રાજકારણમાં જોરદાર ગરમાવો જોવા મળ્યો હતો. મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી માટે 12 ઉમેદવાર મેદાનમાં હતા, જે પૈકી મહાયુતિ (ભાજપ, શિવસેના-શિંદે અને અજિત પવારની એનસીપી-એનડીએ)ના નવ ઉમેદવારને ટિકિટ આપી હતી, જે તમામનો વિજય થયો છે. જ્યારે મહાવિકાસ આઘાડી (એમવીએ) ગઠબંધને ત્રણ ઉમેદવાર ઊભા રાખ્યા હતા, જેમાંથી બેનો વિજય થયો છે.
મહાયુતિના નવ ઉમેદવાર મેદાનમાં હતા, જ્યારે તમામ જીત્યા છે. મહાવિકાસ આઘાડીના ત્રણ ઉમેદવાર મેદાનમાં હતા, જેમાંથી એકની જીત થઈ છે, જ્યારે અજિત પવારની એનસીપીના બંને ઉમેદવાર જીત્યા છે. બીજી બાજુ શરદ પવાર જૂથમાંથી જયંત પાટીલ હાર્યા છે. એની સામે કોંગ્રેસના અને ઉદ્ધવ ઠાકરે જૂથના એક-એક ઉમેદવારનો વિજય થયો છે.
ચૂંટણીમાં મહાયુતિ (એનડીએ)ના તમામ ઉમેદવારની જીત થઈ છે, જેમાં ક્રોસ વોટિંગનું પરિબળ કારણભૂત છે. ક્રોસ વોટિંગને કારણે શરદ પવાર જૂથને સૌથી મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના સાતથી આઠ વિધાનસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે. એની સાથે કોંગ્રેસના મતોનું પણ વિભાજન થયું છે. બીજી બાજુ શરદ પવાર જૂથ અજિત પવાર જૂથના કોઈ મત વહેંચી શક્યું નથી. એના સિવાય ઉદ્ધવ ઠાકરેની શિવસેના મતોને વિભાજીત કરી શકે છે, એમ રાજકીય વર્તુળોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : કૃષિ ક્ષેત્રે મહારાષ્ટ્રને શિખરે લઇ જવાનો એકનાથ શિંદેનો નિર્ધાર
આ પ્રમાણે ઉમેદવારને મળ્યા મત
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના અમિત ગોરખે, પંકજા મુંડે, પરિણય ફુકે, યોગેશ ટિળેકર (તમામને 26 મત મળ્યા), જ્યારે સદાભાઉ ખોત પણ જીત્યા છે. અજિત પવાર જૂથના રાજેશ વિટેકર (23) અને શિવાજીરાવ ગરજે (24) તેમ જ એકનાથ શિંદેના ભાવના ગવળી અને કૃપાલ તુમને (24-24 મત મળ્યા), જ્યારે કોંગ્રેસના પ્રજ્ઞા સાતવ પચીસ વોટથી વિજયી થયા છે. ઉદ્ધવ ઠાકરે જૂથ (શિવસેના) મિલિંદ નાર્વેકર જીત્યા છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે શરદ પવાર જૂથના ઉમેદવાર જયંત પાટીલ હારતા પાર્ટીને ફટકો પડ્યો છે.
અહીં એ જણાવવાનું કે વિધાન પરિષદની આજની ચૂંટણી સવારના નવ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી મતદાન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ પાંચ વાગ્યે મતગણતરી શરુ કરી હતી. વિધાન પરિષદમાં 11 સભ્યનો કાર્યકાળ 27મી જુલાઈના પૂરો થશે.