કૃષિ ક્ષેત્રે મહારાષ્ટ્રને શિખરે લઇ જવાનો એકનાથ શિંદેનો નિર્ધાર
મહારાષ્ટ્રને કૃષિ રાજ્ય પુરસ્કાર, ભૂમિ પુત્ર શિંદેએ કર્યો સ્વીકાર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભારતમાં શ્વેત ક્રાંતિ અને ત્યાર બાદ હરિત એટલે કે કૃષિ ક્ષેત્રે પણ ક્રાંતિ આવી અને કૃષિ પ્રધાન ગણાતા ભારત દેશમાં કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ સહજ છે ત્યારે મહારાષ્ટ્રને પ્રતિષ્ઠિત એવો કૃષિ રાજ્ય પુરસ્કાર મળ્યો હતો. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ 15મી કૃષિ નેતૃત્વ સમિતિનો વર્ષ 2024નો કૃષિ રાજ્ય પુરસ્કાર સ્વીકાર્યો હતો.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર શ્રેષ્ઠ કૃષિ રાજ્ય: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે એવોર્ડ સ્વીકારશે
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કેન્દ્રિય કૃષિ પ્રધાન શિવરાજ સિંહ યૌહાણના હસ્તે કૃષિ રાજ્ય પુરસ્કાર સ્વીકાર્યો હતો. આ દરમિયાન મુખ્ય પ્રધાન શિંદેએ મહારાષ્ટ્ર રાજ્યને કૃષિ ક્રાંતિનું જનક ગણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને કેરળના રાજ્યપાલ પી.સદાશિવમની અધ્યક્ષતામાં આ સમિતિ ઘડવામાં આવી હતી જેમણે પર્યાવરણ સંરક્ષણ, અન્ન સુરક્ષા અને કૃષિ ક્ષેત્રે સતત વિકાસ નીતિઓને ધ્યાનમાં લઇને આ એવૉર્ડ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: કૃષિ ક્ષેત્રમાં બનાવો શ્રેષ્ઠ વ્યાવસાયિક કારકિર્દી
પુરસ્કાર સ્વીકાર્યા બાદ શિંદેએ મહારાષ્ટ્રમાં કૃષિ વિકાસની વિવિધ યોજનાઓ અને સતત વિકાસના પ્રયાસો અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર કૃષિ ક્રાંતિનું જનક રાજ્ય છે. મહારાષ્ટ્રમાં હરિત ક્રાંતિની અને કૃષિ ક્ષેત્ર અને ખેડૂતોના સન્માન કરવાની સમૃદ્ધ અને ગૌરવશાળી પરંપરા છે. રાજ્યના પ્રમુખના રૂપે આ પુરસ્કાર સ્વીકારવામાં હું ખૂબ જ આનંદ અનુભવી રહ્યો છું.
પોતે ભૂમિપુત્ર છે મુખ્ય પ્રધાન શિંદે
પોતે ખેડૂત કુટુંબના દીકરા હોવાનું જણાવતા શિંદેએ જણાવ્યું હતું કે હું એક સામાન્ય ખેડૂત કુટુંબથી આવ્યો છું અને આ પુરસ્કાર સ્વીકારતા મને ગર્વ થાય છે. મહારાષ્ટ્રને કૃષિ ક્ષેત્રમાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા રાજ્ય તરીકે પસંદ કરવામાં આવ્યું તે બદલ આભાર.
પુરસ્કાર રાજ્યના બધા ખેડૂતોનું સન્માન: શિંદે
પુરસ્કાર મહારાષ્ટ્રના ખેડૂતોને સમર્પિત કરતા શિંદેએ જણાવ્યું હતું કે આ પુરસ્કાર રાજ્યના બધા જ ખેડૂતોનું સન્માન છે. તેમની મહેનત, પરિશ્રમ અને માટી પ્રત્યેના પ્રેમનું આ પરિણામ છે. તેમને આપણા અન્નદાતાના રૂપમાં સન્માનિત કરાય છે. રાજ્યએ તેમના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. તે અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે અને બદલાતા સમયના હિસાબે, જળવાયુ પરિવર્તનને ધ્યાનમાં રાખી તે હંમેશા સતર્ક રહે છે