
નવી દિલ્હીઃ બોલીવૂડના જાણીતા અભિનેતા અને રાજકારણ મિથૂન ચક્રવર્તીની તબિયત ખરાબ થતા તેમને ખાનગી હૉસ્પિટલમાં દાખલ કર્યાની માહિતી મીડિયા રિપોર્ટ્સ દ્વારા મળી છે. જોકે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી, પરંતુ સૂત્રોનું માનીએ તો તેમને શનિવારે એટલે કે આજે સવારે છાતીમાં બળતરા અને દુઃખાવો ઉપડ્યો હતો અને બેચૈની અનુભવી રહ્યા હતા. આથી તેમને કોલકત્તાની ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પરિવાર કે હૉસ્પિટલ તરફથી સત્તાવાર માહિતી મળી નથી.
થોડા સમય પહેલા જ 73 વર્ષીય મિથૂનને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. લગભગ 350 જેટલી ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલા અને પોતાની આગવી ડાન્સિંગ સ્ટાઈલ ધરાવતા મિથૂનને લોકસભાની ચૂંટણીની ટિકટ મળવાની વાતો ચાલી રહી છે. મિથૂનનો મોટો ચાહકવર્ગ તેમના સારા સ્વાસથ્યની મનોકામના કરી રહ્યો છે.