ટોપ ન્યૂઝનેશનલ

ભૂલ કે કૌભાંડઃ યુકો બેંકના ખાતાધારકોના ખાતામાં અચાનક 820 કરોડ રૂપિયા જમા થયા

મુંબઈ: સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ એક કેસમાં એફઆઈઆર નોંધી છે જેમાં 10 અને 13 નવેમ્બરની વચ્ચે યુકો બેંકના 41,000 ખાતાધારકોના ખાતામાં અચાનક 820 કરોડ રૂપિયાની રકમ જમા થઇ હતી. આ કિસ્સામાં, જ્યાં એક તરફ આ રકમ ખાતાઓમાં જમા કરવામાં આવી હતી, તો બીજી તરફ જે ખાતામાંથી આ રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી ત્યાંથી કોઈ ‘ડેબિટ’ નોંધવામાં આવી ન હતી. CBI અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ સંદર્ભમાં મંગળવાર સુધી કોલકાતા અને મેંગ્લોર સહિત ઘણા શહેરોમાં 13 જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા.

ત્રણ દિવસમાં IMPS દ્વારા 8.53 લાખથી વધુ ટ્રાન્ઝેક્શન થયા હતા, જેમાં ખાનગી બેંકોના 14,000 ખાતાધારકોમાંથી UCO બેંકના ખાતાધારકોના 41,000 ખાતાઓમાં રૂ. 820 કરોડ ટ્રાન્સફર થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે આશ્ચર્યજનક રીતે મૂળ બેંક ખાતામાંથી કોઈ રકમ ‘ડેબિટ’ થઈ ન હતી અને ઘણા UCO બેંકના ખાતાધારકોએ તેમના ખાતામાં જમા થયેલી રકમ અચાનક જ ઉપાડી લીધી હતી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, યુકો બેંકની ફરિયાદ પર બેંકમાં કામ કરતા બે આસિસ્ટન્ટ એન્જિનિયર અને અન્ય અજાણ્યા લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. સીબીઆઈના પ્રવક્તાએ કહ્યું કે ફરિયાદમાં આશરે રૂ. 820 કરોડના “શંકાસ્પદ” IMPS વ્યવહારોનો આરોપ છે. તપાસ દરમિયાન મોબાઈલ ફોન, લેપટોપ, કોમ્પ્યુટર સિસ્ટમ, ઈમેલ આર્કાઈવ્સ અને ડેબિટ કે ક્રેડિટ કાર્ડ સહિત ઈલેક્ટ્રોનિક પુરાવાઓ મળી આવ્યા છે.

તેમણે કહ્યું કે એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઘણા ખાતાધારકોએ આ પરિસ્થિતિનો લાભ લીધો હતો અને ગેરકાયદેસર રીતે વિવિધ બેંકિંગ ચેનલો દ્વારા યુકો બેંકમાંથી પૈસા ઉપાડી લીધા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button