આમચી મુંબઈટોપ ન્યૂઝવિજ્ઞાન અને ટેકનોલોજી

Microsoft outage: મુંબઈ, દિલ્હી એરપોર્ટ પર આ એરલાઈન્સની કામગીરી ઠપ્પ, મુસાફરો રઝળ્યા

નવી દિલ્હી: માઇક્રોસોફ્ટની ક્લાઉડ સર્વિસમાં મેજર આઉટેજ (Microsoft cloud service outage)ને કારણે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ફ્લાઇટ રદ થવા અને ડીલે થવાની સમસ્યા ઉભી થઇ છે. આઉટેજને કારણે ઘણી એરલાઈન્સને અસર થઈ છે, સંખ્યાબંધ પ્લેનને ગ્રાઉન્ડ કરવામાં આવ્યા છે અને દિલ્હી અને મુંબઈ એરપોર્ટ પર ફ્લાઈટ ઓપરેશનમાં વિક્ષેપ પડ્યો છે.

દિલ્હી એરપોર્ટે માહિતી આપી છે કે વૈશ્વિક IT સમસ્યાને કારણે દિલ્હી એરપોર્ટ પર કેટલીક સર્વિસ અસ્થાયી રૂપે પ્રભાવિત થઈ છે. અમે અમારા મુસાફરોને અસુવિધા ઘટાડવા માટે અમારા તમામ સ્ટેકહોલ્ડર્સ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. દિલ્હી એરપોર્ટે વધુમાં જણાવ્યું હતું કે મુસાફરોને ફ્લાઇટની માહિતી માટે સંબંધિત એરલાઇન્સ અથવા હેલ્પ ડેસ્ક સાથે સંપર્કમાં રહેવા વિનંતી કરવામાં આવે છે. મુસાફરોને થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ.

અકાસા એરલાઈન્સે જાહેરાત કરી કે મુંબઈ અને દિલ્હી એરપોર્ટ પર તેની કેટલીક ઓનલાઈન સેવાઓ અસ્થાયી રૂપે ઉપલબ્ધ નહીં હોય, એરલાઈને કહ્યું, “અમારા સર્વિસ પ્રોવાઈડર સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમસ્યાઓના કારણે, અમારી કેટલીક ઓનલાઈન સેવાઓ, જેમાં બુકિંગ, ચેક-ઈન અને બુકિંગ સેવાઓનું સંચાલન કરવામાં આવશે. ટુંક સમય માટે ઉપલબ્ધ નથી.”

| Also Read: Microsoft Outage: માઇક્રોસોફ્ટમાં ખામી સર્જાતા ખળભળાટ, દુનિયાભરમાં એરપોર્ટસ, બજારો, બેંકો, સ્ટોક એક્સચેન્જ ઠપ્પ

સ્પાઈસજેટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે હાલમાં ફ્લાઇટ વિક્ષેપ પર અપડેટ્સ આપવા ટેકનીકલ સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. અમારી ટીમ આ સમસ્યાને ઉકેલવા માટે સક્રિયપણે કામ કરી રહી છે. કોઈપણ અસુવિધા માટે અમે દિલગીર છીએ અને એકવાર સમસ્યા ઉકેલાઈ જાય પછી તમને અપડેટ કરીશું. આપની ધીરજ અને સહકાર બદલ આભાર’

યુ.એસ.ની ફ્રન્ટિયર એરલાઇન્સને નોંધપાત્ર અસર થઈ. માઇક્રોસોફ્ટની સેવાઓમાં સમસ્યાઓના કારણે કેરિયરે બે કલાકથી વધુ સમય માટે તમામ ફ્લાઇટ્સ ગ્રાઉન્ડ કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…