ટોપ ન્યૂઝશેર બજાર

શેરબજારના કડાકામાં રોકાણકારોના રૂ. ૫.૩૦ લાખ કરોડનું ધોવાણ

નિલેશ વાઘેલા

મુંબઇ:
શેરબજારના રોકાણકારોને માથે ઝળુંબી રહેલા મંદીના વાદળો હજુ દૂર થયા નથી અને મંગળવારે સેન્સેક્સમાં બોલાયેલા ૮૨૧ પોઇન્ટના કડાકા સાથે સેન્સેક્સ ૭૯૦૦૦ની સપાટીની નીચે અને નિફ્ટી ૨૪૦૦૦ની સપાટીની નીચે સરકી જવાથી રોકાણકારોની સંપત્તિમાંથી પણ રૂ. ૫.૩૦ લાખ કરોડનું ધોવાણ થયું છે.

બીએસઇ પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપિટલાઇઝેશન પાછલા ટ્રેડિંગ સેશનના રૂ. ૪૪૨.૫૪ લાખ કરોડ સામે રૂ. ૫.૩૦ લાખ કરોડના મોટા ધોવાણ સાથે રૂ. ૪૩૭.૨૪ લાખ કરોડની સપાટીએ પહોંચી ગયું છે. આજે સૌથી વધુ ઘટાડો બેન્કિંગ, એફએમસીજી, ઓટો, ફાર્મા, મેટલ્સ, એનર્જી, ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓઈલ અને ગેસ જેવા સેક્ટરના શેરોમાં જોવા મળ્યો છે.

આ પણ વાંચો: શેરબજારમાં ફરી મંદીનો ભડાકો, સેન્સેક્સ ૮૨૧ પોઇન્ટ તૂટ્યો

એક્સચેન્જમાં ૪,૦૬૧ સ્ક્રિપ્સમાં કામકાજ થયું હતું, જેમાં ૧,૨૨૪ સ્ટોક્સ વધ્યા હતા, ૨,૭૪૪ સ્ટોક્સ ઘટ્યા હતા, જ્યારે ૯૩ સ્ટોક્સ સ્થિર રહ્યા હતા. ૧૯૧ સ્ટોક્સ બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે ૭૧ સ્ટોક બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા.

બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ મિડકેપ ૦.૯૮ ટકા અને બીએસઈ સ્મોલકેપ ૧.૨૬ ટકા ઘટ્યા હતા. સ્ટ્રટેજી ઈન્ડાયસીસમાં બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સ ૧.૪૨ ટકા અને બીએસઈ એસએમઈ આઈપીઓ ૨.૩૪ ટકા ઘટ્યો હતો. માત્ર આઇટી અને રિયલ એસ્ટેટ શેરો જ ઉછાળા સાથે બંધ થયા છે. આ સત્રમાં ૨૯૧માં અપર સર્કિટ છે અને ૩૬૩માં લોઅર સર્કિટ છે. સેન્સેક્સના ૩૦ શેરોમાંથી માત્ર ૪ શેરો વધ્યા હતા.

આ પણ વાંચો: Mutual Fund: આ ફંડે 22 વર્ષમાં આપ્યું અધધધ વળતર, 10 લાખના 7.26 કરોડ થયા

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં ઈન્ફોસિસ ટેકનોલોજી ૦.૪૩ ટકા, સન ફાર્મા ૦.૨૮ ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૧૧ ટકા, તાતા ક્ધસલ્ટન્સી ૦.૦૨ ટકા અને રિલાયન્સ નજીવો વધ્યો હતો, જ્યારે મુખ્યત્વે એનટીપીસી ૩.૧૬ ટકા, એચડીએફસી બેન્ક ૨.૭૩ ટકા, એશિયન પેઈન્ટ્સ ૨.૬૫ ટકા, સ્ટેટ બેન્ક ૨.૫૨ ટકા, તાતા મોટર્સ ૨.૪૬ ટકા, મારુતિ ૨.૨૭ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ ૨.૨૩ ટકા, પાવર ગ્રીડ ૨.૨૦ ટકા, બજાજ ફાઈનાન્સ ૧.૯૮ ટકા, અદાણી પોર્ટ્સ ૧.૬૩ ટકા, બજાજ ફિનસર્વ ૧.૬૧ ટકા, નેસ્લે ૧.૪૩ ટકા, અને કોટક બેન્ક ૧.૩૮ ટકા ઘટ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker