Mahakumbh 2025: મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા ગુજરાતમાંથી દોડશે 3 વન વે સ્પેશિયલ ટ્રેન…
Mahakumbh 2025: પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા મહાકુંભમાં જવા માટે પશ્ચિમ રેલવે દ્વારા વધુ 3 વન વે સ્પેશિયલ દોડાવવાનો ફેંસલો કરવામાં આવ્યો છે. જે મુજબ ભીડને ધ્યાનમાં રાખીને મુંબઈ સેન્ટ્રલ- લખનઉ, ભાવનગર ટર્મિનસ – લખનઉ અને સાબરમતી – લખનઉ વચ્ચે વિશેષ ભાડું લઈને ત્રણ વન વે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ટ્રેન નંબર 09011 મુંબઈ સેન્ટ્રલ – લખનઉ વન વે સ્પેશિયલ
આ ટ્રેન સોમવાર 6 જાન્યુઆરી, 2025ના રોજ મુંબઈ સેન્ટ્રલથી 11.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે બપોરે 1.00 કલાકે લખનઉ પહોંચશે.
આ પણ વાંચો : ગુજરાત એસ.ટીની વધુ એક સિદ્ધિ; ઓનલાઈન ટિકિટ બુકિંગ મામલે દેશમાં પ્રથમ ક્રમે
આ ટ્રેન બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, ઉધના, ભરૂચ, વડોદરા, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, શુજાલપુર, સીહોર, સંત હિરદારામ નગર, બીના, વીરાંગના લક્ષ્મીબાઇ ઝાંસી અને કાનપુર સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર ઉભી રહેશે.
આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ રહેશે.
- ટ્રેન નંબર 0935 ભાવનગર ટર્મિનસ – લખનઉ વન વે સ્પેશિયલ
આ ટ્રેન 8 જાન્યુઆરી 2025, બુધવારના રોજ ભાવનગર ટર્મિનસથી રાત્રે 8.20 કલાકે ઉપડશે અને શુક્રવારે સાંજે 4 કલાકે લખનઉ પહોંચશે.
આ ટ્રેન ભાવનગર પરા, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર, વિરમગામ, ચાંદલોડિયા, કલોલ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ, બ્યાવર, અજમેર, જયપુર, ગાંધીનગર જયપુર, દૌસા, બાંદીકુઈ, ભરતપુર, અછનેરા, આગ્રા ફોર્ટ, ટૂંડલા, ઈટાવા, કાનપુર સેન્ટ્રલ અને ઉન્નાવ સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર કલાસ અને જનરલ સેકેન્ડ ક્લાસ કોચ હશે. - ટ્રેન નંબર 09469 સાબરમતી-લખનઉ વન વે સ્પેશિયલ આ ટ્રેન 6 જાન્યુઆરી 2025ના રોજ સાબરમતીથી 11.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 11.00 કલાકે લખનઉ પહોંચશે.
આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ, બ્યાવર, અજમેર, જયપુર, બાંદીકુઈ, ભરતપુર, આગ્રા ફોર્ટ, ટૂંડલા, ઈટાવા, કાનપુર સેન્ટ્રલ અને ઉન્નાવ સ્ટેશન પર ઉભી રહેશે.
આ ટ્રેનમાં સ્લીપર કોચ અને જનરલ સેકન્ડ શ્રેણીના કોચ રહેશે.