ભોપાલ: આવતી કાલે 25મી ડિસેમ્બરેના રોજ દુનિયાભરમાં ઇસુના જન્મદિવસ ક્રિસમસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. એવામાં મધ્યપ્રદેશમાં પ્રસાશન તરફથી ક્રિસમસની ઉજવણી બાબતે એક ફરમાન જાહેર (Madhya Pradesh notice regarding Christmas celebration) કરવામાં આવ્યું છે.
મધ્ય પ્રદેશના ચાઈલ્ડ રાઈટ્સ પ્રોટેક્શન કમિશને આદેશ આપ્યો છે કે શાળાઓએ ખ્રિસ્તી તહેવારની ઉજવણી દરમિયાન વિદ્યાર્થીઓને સાન્તાક્લોઝ બનાવતા પહેલા બાળકોના પહેલા વાલીઓ પાસેથી લેખિત પરવાનગી લેવી પડશે. ચાઈલ્ડ કમિશને કહ્યું કે કોઈ અપ્રિય ઘટનાના બને એ માટે આ પગલું લેવામાં આવ્યું છે.
જિલ્લા કલેક્ટરને પત્ર:
ક્રિસમસના તહેવારની ઉજવણી દરમિયાન શાળાઓમાં આયોજિત કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓને સાન્તાક્લોઝના પોશાક પહેરાવવામાં આવતો છે. પરંતુ મધ્યપ્રદેશના બાળ અધિકાર સંરક્ષણ આયોગે શાળા શિક્ષણ વિભાગ અને રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવીને નિર્દેશ આપ્યો છે કે કોઈપણ શાળાએ વિદ્યાર્થીને આવો પોશાક પહેરાવતા પહેલા, માતા-પિતાની લેખિતમાં પરવાનગી લેવાની રહેશે.
ફરમાનમાં આ દેશ અપાયો:
કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સે સૂચનાઓ જાહેર કરતા લખ્યું છે કે ‘વિવિધ કાર્યક્રમોના પ્રસંગે, શાળા/સંસ્થા પસંદગીના છોકરાઓ/છોકરીઓ માટે વિવિધ પોશાક પહેરાવતા અને અન્ય પાત્રો બનાવતા પહેલા વાલીઓ પાસેથી લેખિત પરવાનગી મેળવવાની રહેશે. કોઈપણ સંજોગોમાં કોઈ પણ છોકરા/છોકરીને માતા-પિતાની લેખિત પરવાનગી વગર ઉપરોક્ત કાર્યક્રમમાં ભાગ લેવો જોઈએ નહીં, જેથી કોઈ અપ્રિય પરિસ્થિતિનું નિર્માણ ન થાય. જો આ સંબંધમાં કોઈપણ પ્રકારની ફરિયાદ અથવા વિવાદ ધ્યાને આવશે, તો સંબંધિત અધિનિયમોની જોગવાઈઓ હેઠળ શાળા/સંસ્થા સામે પગલાં લેવાની ભલામણ કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી શાળા/સંસ્થાની રહેશે.
Read This Also…Lucknow માં બેંક લોકર તોડી કરોડોની ચોરી કરનાર બે આરોપીઓનું એન્કાઉન્ટર
વર્ષ 2023માં પણ આવો જ એક આદેશ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં શાળાઓમાં તહેવારની ઉજવણી દરમિયાન બાળકોને કોઈપણ પ્રકારનો પોશાક પહેરવાની ફરજ પાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ માટે પણ શાળાઓને વાલીઓ પાસેથી લેખિત પરવાનગી લેવા આદેશ કરાયો હતો.