ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

Los Angeles fire: વિકરાળ આગ 24 લોકોને ભરખી ગઈ, હજારો લોકો બેઘર, શું હોઈ શકે કારણ…

લોસ એન્જલસ: યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના લોસ એન્જલસમાં મંગળવારે લાગેલી આગ હજુ પણ ઓલવાઈ (Los Angeles fire) નથી. આગની આ ઘટનામાં 24 લોકોએ જીવ ગુમાવ્યા છે, હજારો લોકોને પલાયન કરવાની ફરજ પડી છે અને 12,000 થી વધુ ઇમારતો નાસ પામી છે. એક અહેવાલ મુજબ પેલિસેડ્સ, ઇટન, કેનેથ અને હર્સ્ટ વિસ્તારમાં લાગેલી આગમાં લગભગ 160 ચોરસ કિલોમીટરનો વિસ્તાર બળીને રાખ થઇ ગયો છે.

સાન્ટા એના પાવાનોને કારણે આગ ઝડપથી ફેલાઈ રહી છે, આ પવનો આ અઠવાડિયે પણ ફૂંકતા રહેશે. આગ કઈ રીતે લાગી એનું સ્પષ્ટ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. લગભગ 1,50,000 લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Los Angeles Wildfires: આગે દિશા બદલતા ફાયર બ્રિગેડનો છૂટ્યો પરસેવો, બાઇડેને ગણાવ્યું- યુદ્ધ જેવું દ્રશ્ય

ઇતિહાસની સૌથી ભયાનક આગ:

અહેવાલ મુજબ પેલિસેડ્સમાં 11 ટકા અને ઇટનમાં આગ 29 ટકા આગ કાબુમાં આવી ગઈ છે. પરંતુ પ્રારંભિક અંદાજો મુજબ યુ.એસ.ના ઇતિહાસમાં આ સૌથી ભયાનક આગ હોઈ શકે છે. એક અહેવાલમાં આપવામાં આવેલા પ્રારંભિક આંકડાઓ અનુસાર આર્થિક નુકસાન USD 135 બિલિયનથી USD 150 બિલિયન સુધી હોઈ શકે છે. આગના કારણે પેસિફિક પેલિસેડ્સ અને અલ્ટાડેના સહિત કેટલાક ગીચ વસ્તીવાળા વિસ્તારો સંપૂર્ણપણે નાશ પામ્યા છે.

આગના સંભવિત કારણો:

શહેરની આસપાસના વિસ્તારમાં છેલ્લા આઠ મહિનાથી વધુ સમયથી નોંધપાત્ર વરસાદ પડ્યો નથી, જેને કરને પ્રદેશમાં ઝાડ સુકા થઇ ગયા હતાં. યુ.એસ.ના જંગલમાં લાગતી આગનું સૌથી સામાન્ય કારણ વીજળી પડવી હોય છે, પરંતુ નેશનલ ફાયર પ્રોટેક્શન એસોસિએશનને પેલિસેડ્સ વિસ્તારમાં વીજળી પડવાના કોઈ પુરાવા મળ્યા નથી. અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે આ આગ ઇરાદાપૂર્વક લગાવવામાં આવી હોઈ શકે છે અને વીજ લાઈન દ્વારા લાગી હોઈ શકે છે.

જનજીવન ખોરવાયું:

કેલિફોર્નિયામાં રવિવાર સવાર સુધી લગભગ 70,000 ઘરોમાં વીજળી સપ્લાય બંધ રહ્યો. અધિકારીઓના જણાવ્યા મુજબ સમગ્ર પ્રદેશમાં ગટર, પાણી અને વીજળીના ઇન્ફાસ્ટ્રકચરને પણ નોંધપાત્ર નુકસાન થયું છે.

આગને કારણે એક મસ્જિદ, એક સિનાગોગ, એક કેથોલિક પેરિશ અને છ પ્રોટેસ્ટંટ ચર્ચ નાશ પામ્યા છે, કેલિફોર્નિયાના શિક્ષણ વિભાગે બુધવારે જાહેરાત કરી હતી કે લોસ એન્જલસ, સાન બર્નાર્ડિનો, રિવરસાઇડ, વેન્ચુરા અને સાન ડિએગો કાઉન્ટીઓમાં 335 શાળાઓ બંધ રાખવામાં આવી છે.

આ પણ વાંચો : કુદરત સામે ઘુટણિયે પડ્યું અમેરિકા, કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગથી અબજો ડોલરનું થયું નુક્સાન…

આગ હજુ ગંભીર બની શકે છે:

રાષ્ટ્રીય હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે કે સાન્ટા એના પવનો ફરી ફૂંકાઈ શકે છે અને બુધવાર સુધી આગની સ્થિતિ ગંભીર રહેશે, જેના માટે રેડ ફ્લેગ જાહેર કરવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button